મૅનેજમેન્ટ – સામાજીક પ્રદાન – ચિરાગ પટેલ – જૂન ૨૦, ૨૦૧૫


એક વાર મહાગુરુને રાત્રે સ્વપ્ન આવ્યું જેમાં તે પોતે એક યન્ત્ર બની ગયા હતા. સવારે સ્વપ્નમાંથી જાગ્યા તો મહાગુરુને પ્રશ્ન થયો, “હું યન્ત્ર છું અને મનુષ્ય હોવાનું સ્વપ્ન જોઉં છું કે હું મનુષ્ય છું અને યન્ત્ર હોવાનું સ્વપ્ન જોયું? મને કશી ખબર નથી પડતી.”

મહાગુરુને જે પ્રશ્ન થયો એ ઘણી કમ્પનીઓને થતો હોય છે, થોડા જુદા પરિપ્રેક્ષ્યમાં જો કે. ઉદ્યોગ-ધન્ધાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જન હોય છે. એ માટે જરુરી સાધન-સમ્પત્તિ એકઠાં કરવામાં સમાજની સમ્પદાનો મોટો ભાગ વપરાઈ જતો હોય છે. એનાથી સમાજનો ઘણો ભાગ સાધન-સુખ વગેરેથી વંચિત રહી જતો હોય છે. વળી, અમુક ઉદ્યોગો પર્યાવરણને નુકશાન પહોંચાડે એવું ઉત્પાદન કરતા હોય છે. એટલે, ઘણાં ઉદ્યોગપતિઓ વિચારતા હોય છે કે, સંસ્થા સમાજ માટે છે કે સમાજ સંસ્થા માટે છે!

આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે, દરેક જાણીતી કમ્પનીઓ કે સ્થપતિઓ અમુક રકમનું દાન કરતા હોય છે. ઘણી વાર અમુક સામાજીક રીતે પછાત લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ શરુ કરી એ રીતે પણ ઘણી કમ્પનીઓ પોતાનો સામાજીક ફાળો નોંધાવતી હોય છે. બિલ ગૅટ્સ કે વૉરેન બફેટ જેવા જાણીતા ખર્વપતિઓ પોતાની મોટા ભાગની સમ્પત્તિ અમુક રોગોને હઠાવવા ચાલતા સન્શોધનો પાછળ ખર્ચતા હોય છે. અમુક સખાવતિઓ પોતાના નાણાં સરકારી જાહેર કાર્યોમાં આપતા હોય છે. રિલાયન્સ જેવી અમુક સંસ્થાઓ પોતાના કર્મચારીઓને ઓછા ખર્ચે સુવિધાઓ મળી રહે કે વૃક્ષો રોપી પર્યાવરણ સુધારામાં પોતાનો ફાળો આપતી હોય છે. કુદરતી આપત્તિ સમયે પણ ધનવાનો કે કમ્પનીઓ પોતાનો આર્થિક ફાળો આપતી હોય છે.

જો કે, કમ્પનીની સામાજીક જવાબદારીમાં માત્ર આર્થિક સહાય કે વૃક્ષારોપણ નથી. સામાજીક જવાબદારી એક બહુ મોટો શાસ્ત્રીય વિષય છે. આપણે એ અંગે વિહંગાવલોકન કરીએ. વાચકોને વધુ રસ હોય તો ઇન્ટરનેટ પર શોધી લેશો.

દુનિયાભરમાં Corporate Social Responsibility (CSR) એટલે કે સંસ્થાકીય સામાજીક જતન વિશે ઘણું લખાયું છે. અમેરિકામાં ઘણી વાર જે-તે કમ્પનીને એના ગુણાંક આપી એની નોંધ લેવાય છે. આપણે આ ગુણાંક માટે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે અને એની અસર કમ્પનીના નફા કે કામગીરી પર કેવી હોય છે એ સમજીએ. (નીચેના મુદ્દા માટે વૉશિંગ્ટન યુનિવર્સીટીના લેખhttp://f2.washington.edu/fm/sites/default/files/Porter%20Business%20Case%20for%20CSR.pdf નો મેં ઉપયોગ કર્યો છે.)

૧) પેઢીકીય માળખું – પારદર્શક વહીવટ, સરકારી નિયમોનું પાલન, ચોખ્ખો નાણાંકીય વહીવટ, ભ્રષ્ટાચારમુક્ત
૨) માનવ સંશાધન – અભ્યાસ અને વ્યાવસાયિક તાલીમ, સુરક્ષિત કાર્યકારી પરિસ્થિતિ, વંશિય/લિંગ વિવિધતા, વંશિય/લિંગ-ભેદ મુક્ત વાતાવરણ, આરોગ્ય સુવિધાઓ, યોગ્ય વળતર, બરતરફીની યોગ્ય નીતિ
૩) આધુનિક વિકાસ – વિશ્વવિદ્યાલયો સાથે સંલગ્નતા, નૈતિકપણે શુદ્ધ સંશોધન, ઉત્પાદનમાં પુરતી સલામતી, કાચી પેદાશોનો યોગ્ય ઉપયોગ, રીસાયકલિંગ
૪) યાન્ત્રિક સંશાધન – લાંચ/બાળમજૂરી વગેરે મુક્ત કામગીરી, ખેતી/પશુ-પક્ષી/વનસ્પતિ વગેરેને બિનજરુરી નુકશાન પહોંચાડ્યા વગરની કામગીરી, પ્રાકૃતિક સંપદાનો યથોચિત ઉપયોગ
૫) માલસામાનની હેરફેર – ટ્રાફિક, પ્રદુષણ, પ્રદુષકોનો યથોચિત નિકાલ વગેરે, ઉત્પાદનનુ યોગ્ય પૅકેજિંગ
૬) ઉત્પાદન પ્રક્રિયા – પ્રદુષકો અને કચરાનો યથાયોગ્ય નિકાલ, જૈવિક અને પર્યાવરણ પર આડઅસરોનુ નિયમન, ઉર્જા અને પાણીનો યોગ્ય વપરાશ, કર્મચારીની સલામતિ
૭) વેચાણ પ્રક્રિયા – જાહેરખબરોમાં સચ્ચાઈ, ઉચિત/પારદર્શક કિંમત, ઉપભોક્તાને જરૂરી બધી માહિતી, ઉત્પાદનનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા, ખાનગી માહિતીનો યથોચિત ઉપયોગ

bcorporation.net જેવી સંસ્થા $૫૦૦ જેવી ફી લઈને સભ્ય સંસ્થાને પ્રમાણપત્ર આપતી હોય છે. આ માટે સભ્ય સંસ્થાએ જરૂરી માપદંડ મુજબ પોતાનો વહીવટ કરવો પડે છે. goodguide.com જેવી સંસ્થા અમુક ઉત્પાદનોને પોતાના ગુણાંક આપે છે જેથી ઉપભોક્તાને માર્ગદર્શન મળી રહે.

આ બધી માહિતી પરથી ખ્યાલ આવશે કે ભારતમાં હજુ આ બાબતે જાગૃતિ નથી આવી. કમ્પનીઓ કે ઉપભોક્તા બન્નેમાં જે-તે વસ્તુ/પ્રક્રિયા ચલાવી લેવાની માનસિક્તા છે. અમુક જાગરૂક નાગરિકોના પ્રતાપે આપણને “મેગી” જેવી ઘટનાઓ જોવા મળે છે એ આનંદની વાત છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s