તરહી પ્રેમ


તરહી પ્રેમ – ચિરાગ પટેલ ૨૦૨૧ એપ્રિલ ૧૨ સોમ ૮૬૯૬ સપ્તર્ષિ ફાલ્ગુન કૃષ્ણ અમવસ્યા

મૌનની મસ્તીથી રંજાડું તને. – સ્વ. શ્રી. ખલીલ ધનતેજવીની ગઝલમાંથી

છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા

આંખના વીક્ષણે છંછેડું તને,
મૌનની મસ્તીથી રંજાડું તને.

પાંગરેલાં લાગણી શબ્દો વહે,
કારુહૈયે સાદ, આમંત્રું તને.

સમયના મંચ પર નૃત્ય અલખનું,
ક્ષણના આવરણ, સંતાડું તને.

ઉગમણે સ્વાર રતુમડું નભ લાજતું,
તારક પછેડીયું ઓઢાડું તને.

પ્રેમ પરિવાસ અલગર્દ સમ ડસતો
અધર આધારે હું બેસાડું તને.

ચેતના કણ કણ પરોવી અનંતક,
રેતમાં શીતળ ઝરણ દેખાડું તને.

“રોશની” સંચાર હડસેલે તમસ
“દીપ”નું આયખું સ્મરણે પૂજતું તને.

One thought on “તરહી પ્રેમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s