ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૫ – ચિરાગ પટેલ


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૫ – ચિરાગ પટેલ - ૨૦૨૧ મે ૧૦ उ.१०.४.५ (१२८४) एष सूर्यमरोचयत्पवमानो अधि द्यवि। पवित्रे मत्सरो मदः॥ (प्रियमेध आङ्गिरस, नृमेध आङ्गिरस)પવિત્ર કરનાર, આનંદિત કરનાર શુદ્ધ સોમ દ્યુલોકમાં સૂર્યને પ્રકાશિત કરે છે. દ્યુલોક એટલે કે અવકાશમાં સૂર્યને પ્રકાશિત કરનાર સોમ છે એમ ઋષિ કહે છે. સૂર્યનો પ્રકાશ હાઇડ્રોજનના હિલિયમમાં…

જન્મ – ચિરાગ પટેલ


જન્મ - ચિરાગ પટેલ સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૦ અંધારું ઘુટાતું જતું સદીઓનું ઘટ મહી,સપના ઉગે ઘનઘોર અડાબીડ મહી. મનોતરંગ ઘુંટાય 'ને વ્હાલમ સાકાર,વેણુ નાદે તલ્લીન મહામાયા રાધાકાર. રાધેશ્યામ રાગે રચે સચ્ચિદાનંદ રાસ,પ્રેમાતુર ભાવે ઉઠે નવ જગતની આશ. અંડ પ્રસવ રાધા અંગે, વધાવે ગોલોકધામ,વૈરાજપુરુષ માંહે ખીલ્યાં બ્રહ્માંડ રોમેરોમ. હરિના ટૂકડા થયા અનરાધાર પ્રતીબીમ્બે,બ્રહ્માંડે ત્રિદેવ થઈને જીવ પ્રગટ્યાં…

રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૪ - પ્રાણાયામ - ચિરાગ પટેલ ઓગસ્ટ ૨૧, ૨૦૧૦ રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર પડતા પ્રભાવને સ્વીકારી પ્રાણાયામ કરતો થઇ ગયો છે. (કડવી વાસ્તવિકતા છે, પણ સાચું છે કે…

શણગાર – ચિરાગ પટેલ


શણગાર - ચિરાગ પટેલ ઑગસ્ટ 06, 2010 (છન્દ: વસંતતિલકા, ગાગા લગા લલલ ગાલ લગાલ ગાગા, અક્ષરમેળ) શબ્દો વછોડું ઉદગાર રહે અધૂરા,લાવણ્ય એવું શણગાર તદ્રૂપ ભાસે. જાસૂદ રક્તિમ લજાતું રસાળ ઓષ્ઠે,ભીનો મદાન્ધ તલ કામણ રાગ છેડે. આંખો જડી પલક છીપ થઈ સમાતી,હૈયે સમન્દર ઉછ્રુંખલ પાન પાતી. આ રેશમી કલરવે ઉડતાં કલાપ,વેણી સજી મખમલી લટકા અમાપ. ભર્યા…

રાજયોગ અંગ ૩ – આસન – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૩ - આસન - ચિરાગ પટેલ જુલાઈ ૨૩, ૨૦૧૦ રાજયોગના ત્રીજા અંગ આસનનો અર્થ સામાન્ય રીતે બેસવું કે કોઈ એક સ્થિતિમાં શરીરને રાખવું એવો થાય છે. આસન એટલે શરીરની કસરત એવો પણ અર્થ કરી શકાય. મૂળભૂત ચોર્યાસી આસનો હઠયોગ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. દરેક પશુ કે પક્ષીની ચોક્કસ સ્થિતિ પરથી આસનોની રચના કરવામાં…

પરિકલ્પના – ચિરાગ પટેલ


પરિકલ્પના - ચિરાગ પટેલ જુલાઈ ૧૫, ૨૦૧૦ ઘનઘોર વાદળે સંતાકુકડી કરતા હોય તારલાં,રિસાઈ કોપભવનમાં ચાલી ગયો હોય ચાંદલો,અટૂલી વિરહી વાદળી વરસાવતી હોય આંસુડાં,ચકચૂર થાકી થીજી ગયો હોય કોન્ક્રીટ વગડો. ક્યાંક ધીમા સૂરે સળવળાટ કરતી હોય ઉષા,ફૂલોને પ્રેમીના પંથે સજાવતું હોય પારિજાત,સૂના અણસારે ભાંગી પડતી હોય શ્વાન નિદ્રા,સૂરજથી બચવા બહુ રઝળતું હોય નિશાચર. તરસતી હોય પ્રેમને…

મધુપાન – ચિરાગ પટેલ


મધુપાન - ચિરાગ પટેલ જુલાઈ ૧૧, ૨૦૧૦ મૅક મફલર એટલે ગાડીઓને સમારવાની અમેરિકામાં ઠીક ઠીક જાણીતી ગરાજ ચેઈન. આવા એક ગરાજનો મેનેજર નામે જ્યોર્જ એક શનિવારની સવારે ગ્રાહકની શોધમાં કામ કરવાનો ડોળ કરતો હતો. આજે "લોન્ગ વિક એન્ડ"નો શનિવાર હોવાથી ટ્રાફિક પાંખો હતો અને ઉપરથી સૂરજદાદા મૂછો મરડી પોતાનો તાપ ધોધમાર વહેવડાવી રહ્યા હતા. તેમને…

રાજયોગ અંગ ૨ – નિયમ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૨ - નિયમ - ચિરાગ પટેલ જુલાઈ ૧૦, ૨૦૧૦ રાજયોગના બીજા પદ નિયમને આજે સમજીએ. કોઈ પણ પ્રતિજ્ઞા, ટેક કે આચરણના અનુસરણને નિયમ કહે છે. પાતંજલ યોગસૂત્રમાં પાંચ નિયમ કહ્યા છેઃ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આ બધી ક્રિયાના પાલનને નિયમ કહે છે. દરેકે દરેક ધર્મ કે સંપ્રદાય અમુક ચોક્કસ નિયમોના પાલન…

પંચતત્વના ખેલ – ચિરાગ પટેલ


પંચતત્વના ખેલ - ચિરાગ પટેલ જૂન 25, 2010 અંતરિક્ષે આર્તનાદ કર્યો જ્યારે,બ્રહ્મે ઝંખ્યો અવતાર અનોખો. યાદોના વંટોળ ફૂંકાયા જ્યારે,પ્રાણ સંચર્યો સચરાચર ન્યારો. વિરહી અગન ભડભડ્યો જ્યારે,વિશાળ નીમ્ભાડો ખૂબ પાક્યો. પ્રેમજળ સીંચ્યા વ્હાલમે જ્યારે,પોષણ પામી જીવડો ખીલ્યો. ધરણીએ મિલન ઝંખ્યું જ્યારે,દેહ પામી ઉભર્યા સહુ આકારો. તત્વ વહાવે પંચપ્રાણ જ્યારે,માયા જગવે નવા પ્રપંચો.