અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016
અક્ષના સમુદ્રે યાદોના ઝંઝાવાત ફુંકાયા
તમારી વણકહી વાતોના વાદળ ઉમટ્યાં
પ્રેમના હલેસે માંડ તરતી જીવન નૈયા
સમયના પાલવે બંધન જોડતી માયા
હૈયાની હલચલમાં પ્રાણનો તરફડાટ
શ્વાસોના દાવપેચમાં આપણો તલસાટ
મનમાન્યું કરવા ધારે અધરના ઉમંગ
ઇતિહાસમાં લખ્યાં અનોખા અનંગરંગ
મનના તરંગે વાસ્તવિકતાનું અતિક્રમણ
સ્થિતપ્રજ્ઞ જીવ પર માનસિક આક્રમણ
ભલે નદીના કિનારા રહે એક અંતરે
સમુદ્રે જઈ ભળે એકમેવમાં આખરે
વિખેરાતું અસ્તિત્વ અઢળક કણમાં
“દીપ” અને “રોશની” એક હરપળમાં