આગવું


આગવું – ચિરાગ પટેલ ઓગસ્ટ 10, 2014

આપણાં તારામૈત્રકે રચ્યું વિશ્વ આગવું;
હું, તું, અને ઈશ્વર ફૂલોનું એમાં ઊગવું.

છોળો થઇ તરબોળ કરે થમ્ભેલા શ્વાસ;
પ્રેમનો વિલમ્બિત લય ભરે સુવાસ.

સ્પર્શ હિમાદ્ર તારો, ઠારે જીવન પીડા;
પળની રેત દોડતી કરે પલાયન ક્રીડા.

મોગરાની કુમાશે ઘોળ્યું રક્તચન્દન,
સુશોભિત પ્રેમબાણે ઘાયલ તારું વદન.

રેશમ-શું તામ્ર વર્ણે ફેલાય અનાવૃત્ત;
શરીર તારું આકર્ષણ, વનરાઈ આવૃત્ત.

જીવન દરિયો પી લીધો એક-એક ઘૂંટે;
ચાહે સાન્નિધ્યના પ્રાણ જીવનભર ખૂટે.

“રોશની” વગર અન્ધારીયો “દીપ” પ્રાર્થે;
મૃત્યુ સમીપે તો રોશની સન્ગ તને પ્રાર્થે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s