સ્વપ્ન સુન્દરી – ચિરાગ પટેલ ડીસેમ્બર 01, 2014
ફરી તું જાગી મારા સ્વપ્ને!
કેશગુચ્છનું રેશમી વાદળું લહેરાતું
સોનેરી ભાલ સ્વયં વિકસિત પ્રકાશતું
બિન્દીની લાલ ચણોઠી મન લોભાવતી
હરિણી લોચન પ્રેમ આન્જી શાતા આપતા
નાકનું કસાયેલ પણછ લાગણી છોડતું
ગુલાબી ગાલના ખન્જન ઠસ્સાથી જોતાં
હોઠ મેઘધનુશી લાલાશે ખીલી ઉઠતાં
દાંતો જડેલી મોગરાની વેણી સ્મિત શોભાવતી
ગૌર વદનનો ચાન્દ પ્રેમ-ચાન્દની વરસાવતો
તને પામવા ઓ “રોશની” હું જાગ્યો,
‘ને હૈયાનાં પૂર છૂટી પડ્યાં !