સ્પર્શ નીતરે


સ્પર્શ નીતરે – ચિરાગ પટેલ એપ્રિલ 17, 2014

લાગણીનું આવરણ પીગળ્યું ઋજુ;
સ્નેહ ભીના ચહેરે મળ્યાં તું અને હું.

તારી આંખોથી પ્રેમ સરિતા વહેતી;
મારી આંખોના વિજયી દરિયે સમાતી.

તારી લટ લહેરાતી અલ્લડ બેફિકર;
મારા વાળ ઝુકતા છાંયો સરવર.

તારા લજ્જાળુ હોઠ લાલાશે ફફડે;
મારા હોઠ સત્કારવા મીઠાશે ઉઘડે.

તારી પલકો સ્વપ્ન વિખેરતી સ્થિર;
મારી પલકો સ્વપ્ન સજાવતી અસ્થિર.

તારા ચહેરે ઐક્ય ઘૂઘવતો દોડે;
મારો ચહેરો અડગ ચટ્ટાન નિશ્ચયે.

કરવો શો બીજો નિર્ધાર જીવનમાં;
“રોશની”ની મસ્તી છવાઈ ઝરમરમાં!

Leave a comment