જ્ઞાનમંદિર – ચિરાગ પટેલ


જ્ઞાનમંદિરચિરાગ પટેલ એપ્રિલ, 1996

ગુર્જરભૂમિનો ખોળો ખૂંદી આવ્યો તુજ ખોળે,
જ્ઞાનપિપાસા સંતોષવા આવ્યો તુજ ખોળે.

મહેંકતાં ફૂલોના ટોળા, ચહેંકતાં મધુક્ષુઓના ટોળા,
રંગીન માહોલને સાર્થકતા રંગીલાઓના ટોળા.

હ્રદયોર્મિ ઠાલવતાં આવ્યા સરસ્વતીને પામવા,
જ્ઞાન વમતાં ગુરુઓના આવ્યા આશિષ પામવા.

ખૂંદતાં, ખેલતાં, મેળવ્યું, પામ્યું, સ્વીકાર્યું ઘણું,
અમૂલ્ય વર્ષો વીત્યાં ગતિએ, ગુમાવ્યું પણ ઘણું.

તારા ખંડીયેર સ્મારકમાં ધબકે છે એક જીવન,
પણ અધૂરું રહ્યું એક ઓરતું, જે છે મારું કવન.

સર્વે સંવેદના, સ્પર્શોર્મિઓ ગઇ છે શમી,
તોય આશ છે નવી , ઉગમતાં પ્રભાત સમી.

જઇએ છીએ જીવવા નવું જીવન, યાદ હ્રદયમા ભરી,
સમજાય છે ત્યારે, અકથિત વેદના વિરહની ખરી.

એકરાર – ચિરાગ પટેલ


એકરાર – ચિરાગ પટેલ Jul, 1997

એકરાર હતો આ, પ્રથમ દ્રષ્ટિનો જ તો વળી,
યાદ આવે છે એ, ગુમાવી એક કળી.
જોયું એક પ્રભાત, પ્રથમ દ્રષ્ટિએ ઉગમતું,
વિલાયું એ શમણું, આખરમાં આથમતું.
સંવેદના ‘ને ઉર્મિઓ સઘળી રેલાઇ ત્યારે,
થયું ભાન, રહ્યો હું ખાલી અત્યારે.
વિહરતો હતો ભરી ઉડાન, ઉંચે વ્યોમમાં,
રહી-રહીને આવ્યો છું, હવે હું ભોમમાં.
ઝંખના હતી મને, જીવનમાં એકમેવ જ,
સૂણ્યું આક્રંદ, આવ્યું મને ત્યારે ભાન જ.
દેખાતી હતી એક અદ્રષ્ટ સ્રુષ્ટિ,
આવી છે હવે મને સાચી જ દ્રષ્ટિ.
યથાર્થતા અનુભવતો જીવનમાં હું,
આક્રોશ અનુભવતો નવો હવે હું.
કડવી મીઠાશ સ્મ્રુતિમાં ભરી રહ્યો છું,
ભૂલ ક્યાં હતી મારી, બતાવ મને તું.
હતો મને જાતમાં અતૂટ વિશ્વાસ,
નંખાવ્યો જીવનમાં તે પહેલો નિઃશ્વાસ.
ભૂલવા મથું છું સઘળું હવે હું,
કાચો તાંતણો તોડું છું હવે હું.

આથમતાં ફૂલ – ચિરાગ પટેલ


આથમતાં ફૂલ – ચિરાગ પટેલ મે, 1996

આથમતાં ફૂલોને કહેવું છે કૈંક,
સૂરજસંગ હરખાતાં અમારે સુણાવવું છે કૈંક.

પંખીતણો હરખ હ્રુદિયામાં ભરી,
અંતરિક્ષની ઊંચાઇઓ માપવી છે અમારે.

એક મલપતી મદમાતી યૌવના આવી,
અમારી સુગંધ લઇ ખોવાઇ જાય હવા મહીં.

બે પ્રેમીપંખીડાંને ચંચુપાત કરતાં જોઇ,
થઈ છે અભિલાષા એમના ઓષ્ઠનું પરાગ બનવાની.

નાનું બાળકડું જ્યારે ભાંખોડિયાં ભરે છે,
ત્યારે બનવું છે એના નિર્દોષ ગાલની લાલીમા.

ઝરમર-ઝરમર વરસતી જળધારામાં,
સોડતાણી સૂવું છે આ ધરતીમાના ખોળામાં.

દેહની કાળજી લેતાં યુવાનને જોઈ,
મન થાય છે એના દેહમાં રંગો પૂરવાનું.

અનુભવવ્રુધ્ધની લાકડીનો અવાજ સાંભળી,
એમના સુખની સુરખી બનવું છે અમારે.

માત્રુભૂમિ કાજે મરી ફીટતાં શહીદને જોઈ,
મન થાય છે એના ચમકતાં ભાલને ચૂમવાનું.

અનુભૂતિ – ચિરાગ પટેલ


અનુભૂતિ – ચિરાગ પટેલ Jul, 1997
કુદરતની અપ્રતિમ રચના આ, થવા દે મને તારી કાવ્યાનુભૂતિ.
કાજળઘેરી અમાસસમ કેશ આ, થવા દે મને તારી સ્પર્શાનુભૂતિ.
મ્રુગલાના તેજતારલાંસમ નયણાં આ, થવા દે મને તારી હર્ષાનુભૂતિ.
ધનુષની પણછસમ તકાયેલ નાસિકા આ, થવા દે મની તારી માનાનુભૂતિ.
જગ મારે, જગ તારે એવી જહાનવી આ, થવા દે મને તારી નિયમાનુભૂતિ.
પોયણાંસમ ભર્યું-ભાદર્યું મુખ આ, થવા દે મને તારી આકર્ષણાનુભૂતિ.
કુસુમલતાસમ શોભતાં બાહુ આ, થવા દે મને તારી કર્માનુભૂતિ.
રેતઘડીસમ ભાસતી દેહયષ્ટિ આ, થવા દે મને તારી કામાનુભૂતિ.
અમ્રુત પાતાં જગને પયોધર આ, થવા દે મને તારી માત્ર્વાનુભૂતિ.
મા ધરતીને ખૂંદતાં પગલાં આ, થવા દે મને તારી ગ્નાનાનુભૂતિ.
બધામાં શિરમોર છે નાનું દિલ આ, થવા દે મને તારી મોક્ષાનુભૂતિ.
સર્વેનું નિયંતા મન આ, થવા દે મને તારી એકાકારાનુભૂતિ.

મારો ગુજરાતી બ્લોગ – ચિરાગ પટેલ


જ્યારે જ્યારે હું કોઇ ગુજરાતી વેબ-સાઇટ વિશે વાંચુ છુ ત્યારે ત્યારે મને પણ જાણે મારી પોતાની એક ગુજરાતી સાઇટ તૈયાર કરવાની ઇછ્છા થઇ આવી છે. મારો સહુથી મોટો અંતરાય ગુજરાતી ટાઇપીંગ હતું. પણ જ્યારે મને માઇક્રોસોફ્ટ્ની www.bhashaindia.com વેબ્સાઇટની જાણકારી મળી ત્યારે થોડો હાશકારો થયો. ત્યાર બાદ ઘણા દિવસો એમને એમ વીતી ગયા. (અલબત્ત, મારી રોજીંદી જીવંચર્યાઓ તો બંધ થવાનો સવાળ નથીJ). આ પ્રોજેક્ટ પર અમલ કરવાની પ્રેરણા મળી www.readgujarati.com પર મારા જેવા ઘણા ગુજરાતી આશિકોની વેબ્સાઇટો જોઇને. તો હવે હાજર છે મારો પોતાનો ગુજરાતી બ્લોગ! હું નિયમિતતાથી આના પર અવનવી રચનાઓ અને સમાચાર મુકવાની ઇછ્છા ધરાવુ છુ. આપ સર્વેનો સહકાર જરુરી છે, આ ચળવળને જીવંત બનાવવા માટે. શબ્દોની અંજલિ ગુજરાતીને સ્વરાંજલિ રુપે. અસ્તુ!