સંસ્મરણોની કેડીએ


સંસ્મરણોની કેડીએ - ચિરાગ પટેલ 2020 નવેમ્બર 11 બુધવાર ડીસેમ્બર 27, 2014ને શનિવારે હું 23 વર્ષ પછી વાંસદા ગયો! અમને આવકારવા એટલી વહેલી સવારે અને ગાત્રો થીજાવતી ઠન્ડીમાં મિત્રો ઇન્દ્રજીત અને તેજસ તથા ઇન્દ્રજીતનો ઉત્સાહી દીકરો દિગ્પાલ આવી ગયા હતાં.મિત્રો ધર્મ અને અમિત વર્ષોથી ફેસબુક દ્વારા મારા સમ્પર્કમાં હતા. ધર્મ સાથે મારી વ્હોટ્સ એપ પર … Continue reading સંસ્મરણોની કેડીએ

ધ્યાન-સ્વપ્ન દર્શન


ધ્યાન-સ્વપ્ન દર્શન - ચિરાગ પટેલ સપ્તર્ષિ 8696 અષાઢ શુક્લ ચતુર્દશી 2020 જુલાઈ 04 લીલીછમ વનરાજીથી વીંટળાયેલા ડુંગરોની વચ્ચે એક ટૂંક પર એક આધેડ વયના સાધુ સમાન પુરુષ હતા. પદ્માસનમાં પલાંઠી વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. માથે મધ્યમ કદની રુદ્રાક્ષની માળાથી બાંધેલી જટા. કપાળે ભસ્મનું ત્રિપુંડ. મધ્યમ કદની દાઢી. વાળ ચાલીસીમાં પહોંચેલા પુરુષના હોય એવા સહેજસાજ … Continue reading ધ્યાન-સ્વપ્ન દર્શન

મારી શાળા મારી માતા


મારી શાળા મારી માતા - ચિરાગ પટેલ 2019 જુલાઈ 22 અધખૂલ્યા બારણામાંથી પ્રવેશતાં બાળ સૂર્યકિરણો સમી મારી સમજણને પ્રકાશથી ભરપૂર સવાર બનાવવાનું કામ કર્યું શ્રી પ્રતાપ હાઈસ્કૂલે! કાચી સવારસમુ કોમળ મારુ બાળપણ નવા પગરણ માંડી રહ્યું હતું ત્યારે શ્રી પ્રતાપ હાઈસ્કૂલના પ્રાંગણમાં મેં ડગ માંડ્યાં હતાં. વર્ષ હતું 1985નું અને વર્ષાભીંજ્યાં મહિનાઓ હતાં! જાણે નવી … Continue reading મારી શાળા મારી માતા

જાગૃતિ


જાગૃતિ - ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 23 આપણે સર્વે, સમગ્ર પ્રાણી જગત રાત પડે સુઈ જઈએ છીએ અને સવાર થતા ઉઠી જઈએ છીએ. વત્તે-ઓછે અંશે હરકોઈ વ્યક્તિ આ પ્રાકૃતિક વ્યવસ્થાને આધીન હોય છે. ભારતીય શાસ્ત્રો તો કહે જ છે કે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર પ્રાકૃતિક વૃત્તિ સર્વ પ્રાણીમાં સમાન હોય છે. આ … Continue reading જાગૃતિ

ભારતયાત્રા 2-2017


ભારતયાત્રા 2 - ચિરાગ પટેલ એપ્રિલ 16, 2017 હું, ધર્મ અને દેવિન્દ્રભાઈ ફેબ્રુઆરી 23 ગુરુવારે સાંજે વડોદરાના નવા વિમાનમથક પરથી મુંબઈ થઈને કોઈમ્બતુર પહોંચવા નીકળ્યા. ધર્મ બપોરે અમદાવાદથી આવી ગયો હતો. મમ્મીએ બનાવેલું ભોજન જમી, દિગંતની ગાડીમાં અમે મથક પહોંચ્યા. દેવિન્દ્રભાઈને અમે લાડથી દેવાભાઈ નામે બોલાવીએ છીએ. દેવાભાઈ વહેલા આવી ગયા હતા. નવું વિમાનમથક મજાનું … Continue reading ભારતયાત્રા 2-2017

ભારતયાત્રા-1 2017


ભારતયાત્રા-1 2017 - ચિરાગ પટેલ માર્ચ 19, 2017 ભારતમાં હું ફેબ્રુઆરી 20થી માર્ચ 04 સુધી રહ્યો. આ વેળાની ભારતયાત્રાનો મારો મુખ્ય હેતુ મહાશિવરાત્રીની રાત ઈશાના કોઈમ્બતુરમાં આવેલા કેન્દ્રમાં વિતાવવી હતો. થોડી પૂર્વભૂમિકા બાંધુ. મોટેભાગે વર્ષ 2006માં મને બે સ્વપ્ન આવ્યાં હતાં. એ સ્વપ્નો વિષે મેં 2008માં લખ્યું હતું એ તમે અહીં વાંચી શકશો: https://swaranjali.wordpress.com/2008/11/svapna-darshan/ આ … Continue reading ભારતયાત્રા-1 2017

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ


માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ - ચિરાગ પટેલ ડિસેમ્બર 24, 2016 ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુ માં આરામ થી સૂતો તો..બાજુ માથી એક શેઠ નીકળા.શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે.ભૂરો : આગળ વધીને શુ કરવાનું?શેઠ : પથારા માંથી દુકાન કરવાની,દુકાન માંથી વખાર કરવાનીપછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાનાભુરો : … Continue reading માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ

એક અનેક એક શૂન્ય


એક અનેક એક શૂન્ય - ચિરાગ પટેલ નવેમ્બર 27, 2016 હું મારા જીવનની અગત્યની ઘટનાઓની ઘટનાઓની નોંધ કરી રાખતો હોઉં છું. આજે જે ઘટનાનું વર્ણન કરવાનો છું એ કોઈ કારણસર મેં નોંધી નથી! વળી, આ ઘટનાને લગભગ દોઢ વર્ષ વીતી ગયું પછી એ આજે જણાવી રહ્યો છું! સદ્ ગુરુ શ્રી જગ્ગી વાસુદેવની ઈનર એન્જીનીયરીંગ કોર્સમાં … Continue reading એક અનેક એક શૂન્ય

દૈનિક વન્દના


દૈનિક વન્દના - ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ) હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી!તને સ્નાન માટે આસન આપું.શંખમાં સર્વપ્રથમ ગાયનું દૂધ લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.શંખમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૉળ, મધનું પંચગવ્ય લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.અંતે, શંખમાં ગન્ગા અને … Continue reading દૈનિક વન્દના