પંક્તીઓ


પંક્તીઓ – ચીરાગ પટેલ

1)
મેઘને કહો આંસુડાં વહેવડાવી ભલે દરીઓ ભરે;
પ્રીયાના વીરહ છતાં ઝીંદાદીલ જ રોજ ચઢે!

2)
બેઉ કાંઠે છલબલે છે આ ભવોભવની નદી;
એમાં વહેતી મુકી છે મેં શબ્દોની હોડી પ્રીયે.

3)
જીવનની પ્રભાતે પુછ્યું ઈશ્વરે, શું જોઈએ તારે?
તમારી શક્તી જોઈએ પ્રીયા રુપે હંમેશાં મારે.

4)
સમયની સરવાણી ‘ને ઝાકળની અમૃતવાણી;
જોઉં તને, અનુભવુ તને, તો લાગે મને ઉજાણી.

5)
હોય જો પાંખો મને તો ઉડીને આવી પહોંચુ;
તુ ભલેને હો દુર, કહુ ‘ઈલુ’ સાચેસાચુ.

6)
Think of colors. They are seven.
Think of shades. They are millions.
Think of my love. It’s beyond your imagination.

Advertisements

પંક્તીઓ


પંક્તીઓ – ચીરાગ પટેલ જુલાઈ 11, 1998

1)
યાદ તમારી, દીમાગ તમારું, દીલ તમારું,
સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.

2)
વીરહની વેદના, ‘ને પ્રેમની તડપ;
શમા જલે છે, પરવાનાની તડપ ઠારવા.

panktio – Bansidhar Patel


પંક્તીઓ – બંસીધર પટેલ

1—>
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2—>
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું આ શરીર અર્પીત છે. તને હું અનેકવાર પ્રણામ કરું છું.
3—>
જામી છે રમત અવકાશે, નક્ષત્રો, તારા, સુરજ, ગ્રહો મહીં;
પકડદાવની શરુઆત થતાં જ, મચી છે બ્રહ્માંદમાં હવે ભાગંભાગી.
નથી આવતું હાથે, કોઇ કોઇની પકડમાં, અઠંગ ખેલાડી બળીયા સહુ;
આ રહ્યો, પેલો ગયોની મચી છે બુમરાણ;
નીહાળે છે તારકસહુ પ્રેક્ષક બની, હારજીતનો નથી પ્રશ્ન.

shaayaree2 – Jigna Patel


જીજ્ઞા પટેલ – Jul 02, 2007

આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે…

shaayaree1 – Jigna Patel


જીજ્ઞા પટેલ – Jun 30, 2007

પાણી બની ને હું તો વહેતી ગઇ,
ખાડા ટેકરા સહેતી ગઇ;
સમુંદરની ઝંખના કરતી ગઇ,
પણ કોણ જાણે કેમ રણમાં સમાતી ગઇ…

નીરાશા ભરી નજરોએ જોઉં ઉજ્જડમાં જડ,
થોડું આગળ વધી જાણ્યું એ મૃગજળ;
કહે છે લોક આશા અમર,
તો કેમ આમા મારા ભાગ્યમાં વમળ…

કહું છું સાગરને ચાલ કરીએ બેડો પાર,
પણ ના સમજે એ મારો ભરથાર;
કુદરતની લીલા અપરંપાર,
બતાવે કંઇક રસ્તો ફરી એક વાર…

ખુશીની ધારા બની હું વહી ગઇ,
સાગરને ઇશારે રેત પર હું ઢળી ગઇ;
શ્યામની કૃપાએ સફરને હું સહી ગઇ,
અંતે પહેચાન ગુમાવી સાગરમાં હું ભળી ગઇ…

maanav mandir – Bansidhar Patel


માનવ મંદીર – બંસીધર પટેલ Sep 14, 1992

કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?

દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.

ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર ભાવી બાળકનું ભલા.

જોયું હશે મુખ સવારે ઉઠતાં, કોઇ સુહાગન નારનું કે ખરા સજ્જનનું;
ઉગરી ગયા સહેજમાં અમે બન્ને, થયું અચરજ તમામ જોનારને.

જાન બચી લાખો પાયે, ઇશ્વર તણો લાખેણો ઉપકાર ખરો;
———————————————————————–
વાગે છે બાણ કદીક, બની અરમાનોના અશ્વ કદી;
ભુગર્ભમાં બની જ્વાળા, નીકળે છે લાવા કુવચનો બની.
———————————————————————-
ભોંકાયો કંટક દીલમાં, આહ એક સરી પડી;
અરેરાટી વ્યાપી ગઇ, વ્યાપી ગયો વીષાદ.
———————————————————————
સમીકરણ સંસારનાં, મેળવ્યાં મથી મથી;
સમુદ્રમંથન જેવો ઘાટ, અમૃત વીષ મળ્યું ખરું.