મમતા


મમતા - ચિરાગ પટેલ 2020 મે 08 શુક્રવાર 8696 વૈશાખ કૃષ્ણ પ્રતિપદા મમતામયી લાગણીએ ધર્યું સ્વરૂપ સાકાર;'મા'નો પડછાયો ઉગ્યો લઇ આ આકાર!જગતધાત્રીની ભાવનાઓ વહી અનરાધાર;છે એના અગણિત કૃપાનિતર્યા ઉપકાર! જન્મ આપી ઉછેર્યો આ બાળ અબુધ,સીંચી પોષક જગ અમૃત કર્યો સમૃદ્ધ.શીખવ્યાં, આપ્યાં, ભાષા જ્ઞાન, ગણિત;કરી પાયો પાકો સમજાવી સંસાર રીત. ભાવ નીતર્યું હાસ્ય, હૂંફભરી પલકો;શાતાદાયક સ્પર્શ, … Continue reading મમતા

પ્રેમક્ષણ


પ્રેમક્ષણ - ચિરાગ પટેલ એપ્રિલ 12, 2020 પ્રકાશતી ક્ષણોના અવકાશમાં,આવિર્ભાવ થયો અનાહતમાં;પ્રગલ્ભ લાગણીના સરોવરમાં,ખીલ્યું પુષ્પ પ્રેમનું યજ્ઞગાનમાં. સ્પર્શતાં ચૈતન્યમય વિદ્યુત તરંગો,ઉઠે હૂંફની ઉષ્મા દશે દિશામાં;પાંગરે નવી કૂંપળો જીવનકુંજમાં,દીપથી દીપ પ્રગટે નવા જોમે. સહઅસ્તિત્વના દાયકાઓમાં,રંગ ભરે પરિણયના સાક્ષાત્કાર;સ્તુતિ જીવનધ્યેયની જપતાં,લાધે સાતના મોતિ માયાસાગરમાં. રોશની પ્રજ્વળે બંધન અલભ્ય;વદને સ્મિત ભરી "મા" નીરખે!

થીજેલાં દ્રશ્યો


થીજેલાં દ્રશ્યો - ચિરાગ પટેલ 8697 ફાલ્ગુન કૃષ્ણ સપ્તમી 2022 માર્ચ 24 થીજેલાં દ્રશ્યો વહ્યાં!રુધિર સીંચેલી ધરા થીજી!શબ્દો થીજી ગયા… લાગણી સ્તબ્ધ!વાયુ સ્તબ્ધ!આકાશ સ્તબ્ધ!સ્તબ્ધ હૈયું! જોતો રહ્યો હુંસ્થિતપ્રજ્ઞ હોવાનો ડોળ કરી!ક્રૂર શબ્દો પછડાયા,"કોઈએ તો આ જગમાં કહેવું પડશે!એટલે, તારે જીવવું પડશે!" સ્ત્રી,એક માતાએક વહુએક દીકરીએક બહેનના, માત્ર સ્ત્રી!આંખોમાં આંજી દ્રઢતાહોમી રહી જાતનેહાહાકારમાં! મુખમાં તો માત્ર … Continue reading થીજેલાં દ્રશ્યો

ખાલીપો


ખાલીપો - ચિરાગ પટેલ 8596 પોષ શુક્લ ચતુર્દશી 2020 જાન્યુઆરી 09 ગુરુવાર "દીપ"ની જ્યોતિના સૂનકારમાં,લાગણીની રંગોળી પૂરતી "રોશની"! હૃદયની ધડકનોના નિઃશબ્દ વિરામને,પ્રેમગાને રણકાવી દેતી તું! શ્વાસ-ઉચ્છવાસના મૃત અવકાશને,પ્રાણશક્તિથી સંચારિત કરતી તું! વિચારોના વમળમાં થંભેલી ક્ષણોને,ચૈતન્યથી પ્રેરિત કરતી તું! જીવનના કોલાહલમાં સ્તબ્ધ આયખાને,માતૃત્વની હૂંફ આપતી તું! સર્જન-વિનાશના ચક્રની સુષુપ્તિને,ચાલક શક્તિ આપતી તું! અણુ-પરમાણુનાં અતિરિક્ત સ્થાનને,ધારક શક્તિથી … Continue reading ખાલીપો

સપ્તપદી


સપ્તપદી - ચિરાગ પટેલ 2019 મે 16 સાત પગલાંચાલીનેપામી લીધુંસાત જન્મોનું સગપણ!સાત વર્ષનાં ત્રેખડાગાળ્યાં,જોયોસ્નેહનો મહાસાગર!સાત રંગના સ્વપ્નજોઈમાણી લીધાંસમસ્ત સુખનાં ઝરણ!સાત આકાશમાં કલ્પનાવિહરે,જોઈજીવનની વાસ્તવિકતા!સાત ખંડોમાં વિચરણકરી,મેળવીધરાની વાત્સલ્યમયી મૂરત!સાત ઋષિનેપ્રણમી,પામી લીધાઅમૃતધારાના આશીર્વાદ!સાત ફેરાની જ્યોતિમાંપ્રદીપ્તદીપઅને સાક્ષીરોશની!

રંગરાગવૈભવ


રંગરાગવૈભવ - 2019 એપ્રિલ 12 ચિરાગ પટેલ વસંતને કૂંપળ ફૂટે, 'નેચાંદો ટહુકે તારું નામ. સૂરજથી સંતાતી ઉષા,અગનપિછોડી ઓઢી;ભાગે અંતરિક્ષના પટમાં. સમુદ્ર જેમ ધરાને, બાથમાંલેવા છટપટે હરેક તરંગે;હું ભીંજવું તને એમ,સમયના ગાઢ આશ્લેષમાં. તારલાં શરમાઈ ખરી પડે.ફૂલડાં રાગે હસી ઉઠે.પક્ષીઓ સમૂહગાન ગાતાં.સહુ વધાવે અસ્તિત્વના ખેલ. "રોશની" સદૈવ સાક્ષી,"દીપ"ના રંગરાગવૈભવ.

हर्ष भरा गीत


हर्ष भरा गीत - चिराग पटेल २०१९ फेब्रुअरी २१ हर्ष की वर्षा हुईसृष्टि गीत नए गाने लगी |नवपल्लवित पुष्पों सेनई सुगंध आने लगी |सदियों से निद्रा में घिरीअजंता के शिल्प सेस्वतंत्र हुई सुंदरी |पुष्ट देहयष्टि में रागनए भरने लगी |अध् खुले होठों सेस्मित भरी भावनाएँजगने लगी |काम भरे नयनों सेकर्णप्रिय गुंजन होने लगे |शब्दों में … Continue reading हर्ष भरा गीत

अभिव्यक्ति


अभिव्यक्ति - चिराग पटेल 2019 फरवरी 14 प्रेम की अभिव्यक्ति आवश्यक हैं? फूल शाखाओं पर खिलते है।पक्षी आकाश में उड़ते है।चाँद सूरज की स्मृति में चमकता है।नदी समुद्र में बह जाती है। प्रेम की अभिव्यक्ति आवश्यक है। क्या अभिव्यक्ति में शब्द आवश्यक हैं? समुद्र पृथ्वी के प्रेम से दहाड़ता है।धरती के प्रेम से ज्वालामुखी फूट … Continue reading अभिव्यक्ति

અભિવ્યક્તિ


અભિવ્યક્તિ - ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 14 પ્રેમની અભિવ્યક્તિ આવશ્યક છે? ફૂલ ડાળી પર પથરાઇને હરખે છે.પક્ષી ગગનમાં ફેલાઈ વિહરે છે.ચાંદો સૂરજની સ્મૃતિમાં મલકે છે.નદી સાગરના મિલનમાં છલકે છે. પ્રેમની અભિવ્યક્તિ આવશ્યક છે. અભિવ્યક્તિમાં શબ્દો આવશ્યક છે? સાગર ધરતીના પ્રેમમાં ઘૂઘવે છે.જ્વાળામુખી પેટાળના પ્રેમમાં દહેકે છે.સૂરજ ચાંદના પ્રેમમાં ધગધગે છે.ધરતી આકાશના પ્રેમમાં કંપે છે. અભિવ્યક્તિમાં … Continue reading અભિવ્યક્તિ