જન્મ – ચિરાગ પટેલ


જન્મ - ચિરાગ પટેલ સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૦ અંધારું ઘુટાતું જતું સદીઓનું ઘટ મહી,સપના ઉગે ઘનઘોર અડાબીડ મહી. મનોતરંગ ઘુંટાય 'ને વ્હાલમ સાકાર,વેણુ નાદે તલ્લીન મહામાયા રાધાકાર. રાધેશ્યામ રાગે રચે સચ્ચિદાનંદ રાસ,પ્રેમાતુર ભાવે ઉઠે નવ જગતની આશ. અંડ પ્રસવ રાધા અંગે, વધાવે ગોલોકધામ,વૈરાજપુરુષ માંહે ખીલ્યાં બ્રહ્માંડ રોમેરોમ. હરિના ટૂકડા થયા અનરાધાર પ્રતીબીમ્બે,બ્રહ્માંડે ત્રિદેવ થઈને જીવ પ્રગટ્યાં…

શણગાર – ચિરાગ પટેલ


શણગાર - ચિરાગ પટેલ ઑગસ્ટ 06, 2010 (છન્દ: વસંતતિલકા, ગાગા લગા લલલ ગાલ લગાલ ગાગા, અક્ષરમેળ) શબ્દો વછોડું ઉદગાર રહે અધૂરા,લાવણ્ય એવું શણગાર તદ્રૂપ ભાસે. જાસૂદ રક્તિમ લજાતું રસાળ ઓષ્ઠે,ભીનો મદાન્ધ તલ કામણ રાગ છેડે. આંખો જડી પલક છીપ થઈ સમાતી,હૈયે સમન્દર ઉછ્રુંખલ પાન પાતી. આ રેશમી કલરવે ઉડતાં કલાપ,વેણી સજી મખમલી લટકા અમાપ. ભર્યા…

પરિકલ્પના – ચિરાગ પટેલ


પરિકલ્પના - ચિરાગ પટેલ જુલાઈ ૧૫, ૨૦૧૦ ઘનઘોર વાદળે સંતાકુકડી કરતા હોય તારલાં,રિસાઈ કોપભવનમાં ચાલી ગયો હોય ચાંદલો,અટૂલી વિરહી વાદળી વરસાવતી હોય આંસુડાં,ચકચૂર થાકી થીજી ગયો હોય કોન્ક્રીટ વગડો. ક્યાંક ધીમા સૂરે સળવળાટ કરતી હોય ઉષા,ફૂલોને પ્રેમીના પંથે સજાવતું હોય પારિજાત,સૂના અણસારે ભાંગી પડતી હોય શ્વાન નિદ્રા,સૂરજથી બચવા બહુ રઝળતું હોય નિશાચર. તરસતી હોય પ્રેમને…

પંચતત્વના ખેલ – ચિરાગ પટેલ


પંચતત્વના ખેલ - ચિરાગ પટેલ જૂન 25, 2010 અંતરિક્ષે આર્તનાદ કર્યો જ્યારે,બ્રહ્મે ઝંખ્યો અવતાર અનોખો. યાદોના વંટોળ ફૂંકાયા જ્યારે,પ્રાણ સંચર્યો સચરાચર ન્યારો. વિરહી અગન ભડભડ્યો જ્યારે,વિશાળ નીમ્ભાડો ખૂબ પાક્યો. પ્રેમજળ સીંચ્યા વ્હાલમે જ્યારે,પોષણ પામી જીવડો ખીલ્યો. ધરણીએ મિલન ઝંખ્યું જ્યારે,દેહ પામી ઉભર્યા સહુ આકારો. તત્વ વહાવે પંચપ્રાણ જ્યારે,માયા જગવે નવા પ્રપંચો.

ઉષારૂદન – ચિરાગ પટેલ


ઉષારૂદન - ચિરાગ પટેલ મે 21, 2010 શુક્રવાર (સ્ત્રગ્વિણી છન્દ: અક્ષરમેળ, 12 અક્ષર, ગાલગા ગાલગા ગાલગા ગાલગા) મેઘલી રાતમાં તારલા ફૂટતા,ધ્રૂજતા ઝાકળે આભલાં ઉગતા. ધૂળિયા મારગે સાથિયા પાડતો,પૃથિવી છેડતો કેસરી જાગતો. વાન ભીનો ઉઘાડી નદી હાંફતી,રાગ છોડી નવેલી ધરા મ્હાલતી. હાંફળી ફાંફળી થૈ ઉષા ચીખતી,માનવી દોડતો 'ને ઘડી ચાલતી. ભાવતાં ભોજને ઝાડવાં બાખડે,સોરવી આંસુડાં વલ્લરી…

સાથ – ચીરાગ પટેલ


સાથ - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 14, 2010 જેમ જાણતો થાઉં તને વહાલી સખી,લાગતી મહારી અલબેલી રાધા સખી. ઘુમતી હમેશા સંગમાં અરણ્યે વ્રતા,જેમ જાનકી રામ વસે વને શોભતા. કૈં ફુલો ઉગાડ્યા પમરાટ વ્હેતો સદા,સીંચતી તુ સર્વે, પ્રીતડે અનોખી અદા. મોરલો કહાડે સુર વેણુ દ્રુત લયે,માણતી તુ, ડોલે-થીરકે તુ, સુરાલયે. એકમેવ ધ્યાતા, વચને બન્ધાયા છયે,પ્રેમથી પુકારે ભગવાન,…

જન્મોજન્મ – ચીરાગ પટેલ


જન્મોજન્મ - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 13, 2010 હર જન્મે જે થોડાં-ઘણાં ઘુંટ મીલનનાં માણ્યાં,વધુને વધુ તલસાવે એ કુવો ભરી પીવાં જાણે. કુમ્ભારનો ચાકડો ફરતો નીત નવા ઘાટ ઘડતો,રોંદાતો હું ભલેને, છતાંય તરછોડતો તને. પત્ની, બાળક, મા-બાપ, ભાઈભાંડુરાં છોડી,તુ જ ખોળે માથું મુકવાની ઝંખના છતાંય. કેવો હું તારો વીશ્વાસ તોડતોને ફરી પાછો,પ્રીયા, જન્મોજન્માંતરની પ્રતીક્ષા રહી છે.…

શીયાળો – ચીરાગ પટેલ


શીયાળો - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 04, 2010 આખું જગત ઓઢાડ્યું શ્વેત ચાદરે,ક્યાં રાખ્યો ભેદભાવ સહેજે?લીલુડી ધરણી, સુકો પટ નદીનો,બોડા-લીલાં વૃક્ષો, મેદાન કોરા,માનવસર્જીત કાટમાળ પણ ક્યાં,ક્યાં છે એકેય વાદળી આકાશે.ઉપર ભુરું આભ 'ને નીચે સંગેમરમર,નથી કોઈનો રંગ જુદો, નથી ઝઘડો.ઉભો-ઉભો સુરજ મલકાતો હળવે,'ને આભ રાડો પાડી રોતું ખોબલે.શીશીરનો માસ ધ્રુજે થરથર,માથાં વાઢે શ્વેત હીમ સહુના.સુનકારમાં પણ…

વાસંતી વાયરે – ચીરાગ પટેલ


વાસંતી વાયરે - ચીરાગ પટેલ જાન્યુઆરી 24, 2010 તારી પાંપણો ઉચકાઈ'ને વાસંતી વાયરા વાયા,ખોબલે ભરી મ્હોર્યાં કેસુડાં'ને લાગણી હસી ઉઠી.ભાવના બે અક્ષરોછવાયા તારા ચહેરા પર,અધરોના રસઘુંટડા પીધાં'ને પ્રેમ છલકાઈ ઉઠ્યો.તરબતર થયા હૈયાંજ્યારે દૈયડ દલડે ગુંજી,વીખેરાતો પ્રેમ જાણેસુરજના અંશ, સમી સાંજે.તારલાં મથતાં રમવાભીનાં ચન્દરવે,દાદાની ધાકેઆછું-પાતળું ભાળીસંતાતા ઝટ.ધરતી-ચાન્દનું સાયુજ્યસાંજના પાલવડે,વીંટાતું સુખ સમયની ચાદરેપ્રભુનુ મુક્ત હાસ્ય.