શિવાલય


શિવાલય - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 27, 2014 મહાશિવરાત્રી પુરુષ હું અને પ્રકૃતિ તું,શિવ હું અને શક્તિ તું,બેઉને અદમ્ય ઝન્ખનાજાગે અદ્વૈતની! ફેલાતાં સમયનાં અફાટસમુદ્રે અણુ-અણુ બની.વિખેરાતાં વિશ્વની અસીમચાદરે તરન્ગીત થઇ. નર્તન પ્રગટે એકાકારનાનાદનું સ્વયમ્ભુ.ગભરાટ મચે અનેકનાઅસ્તિત્વમાં મૃત્યુની બીકે. પુરુષ કોણ અને પ્રકૃતિ કોણશિવ કોણ અને શક્તિ કોણ"દીપ" અને "રોશની" મળેત્યાં માત્ર પ્રેમ સત્ય!

મારું ફલક


મારું ફલક - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 19, 2014 આકાશ!મારે તારા જેવા વિશાળ થવું છે!વાદળી જેવી મારી પ્રિયાને હરપળ,મારા આગોશમાં ચૂમતો રહું…મારી પ્રિયા ક્યાંય પણ હો, હું હમ્મેશતેને નિહાળતો રહું… વાયુ!મારે તારા જેવા સર્વવ્યાપી થવું છે!ફૂલ જેવી મારી પ્રિયાને હરપળ,મારા સ્પર્શથી છેડતો રહું…મારી પ્રિયા ક્યાંય પણ હો, હું હમ્મેશતેના શ્વાસમાં વસતો રહું… અગ્નિ!મારે તારા જેવા પવિત્ર…

કાવેરીથી કાયાહોગા


કાવેરીથી કાયાહોગા - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 13, 2014 કાવેરી અને કાયાહોગા(Cuyahoga) એ નદીઓનાં નામ છે. આ બન્ને નદીઓ મારા જીવન-અનુભવોની સાક્ષી છે. મારા બાળપણથી તરુણાવસ્થાનો સમય વાંસદા ગામની સરહદેથી પસાર થતી અને ટેકરીઓની હારમાળાથી ગામને મસ્તક સમાન ટટ્ટાર રાખતી કાવેરી નદીને મ્હાલતા વીત્યો છે. હાલ, હું નોર્થ રિજવિલ ગામે વસુ છું, જે ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડ…

મધુરિમા


મધુરિમા - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 12, 2014 વસન્તની નિરન્તર વધામણી છે તું,આમ્બે મ્હોરતી પહેલી કુંપળ છે તું. ઝરમર વરસતી મધુરી સાન્જ છે તું,સૂરજ-ચાન્દના મિલનની આશ છે તું. તારલે ચમકતાં અધૂરાં સ્મિત છે તું,ધરાના ઉઘાડા ડીલે છાનાં સ્પર્શ છે તું. મન્દ વાતા પવને ભીની સુગન્ધી છે તું,વાદળોમાં ઉમડતી આભની સુરખી છે તું. મોગરાની ખીલતી નમણી કુમાશ…

મીઠો છાંયો


મીઠો છાંયો - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 11, 2014 ધોધમાર ધખતો તડકોછે તું મારો મીઠો છાંયો!સુખ-દુઃખના તાણા-વાણાછે તું મારો મીઠો છાંયો!પથ પર વીખરાતાં કાંટાછે તું મારો મીઠો છાંયો!અડધે આયખે વસમો યોગછે તું મારો મીઠો છાંયો!ઝાકળઝન્ઝા વ્હેતાં રોજછે તું મારો મીઠો છાંયો!યાદો ભરી નીકળે શ્વાસછે તું મારો મીઠો છાંયો!હૈયે જલતો પ્રેમનો દીવડોછે તું મારો મીઠો છાંયો!

પ્રેમ મ્હોર્યો


પ્રેમ મ્હોર્યો - ચિરાગ પટેલ ફેબ્રુઆરી 04, 2014 વસન્ત પન્ચમી લાગણી કોયલ-શી ટહૂકી'ને વાસન્તી પ્રેમ મ્હોર્યો!અન્ગેઅન્ગની ડાળ લહેરાઈ'ને સ્વપ્નાઓ જાગી ઉઠ્યાં!અધરે અમૃત બુન્દ ટપક્યું'ને ઈચ્છાઓ વીંટળાઈ વળી!ગૌર દેહે સુગન્ધી ફેલાઈ'ને મનોરથે અશ્વ છૂટી પડ્યાં! આશ્લેશમાં શાતાની ઝન્ખના,ઉમડે અનહદ રાગની યોજના.વિયોગનો યોગ આસવ ઘુંટતો,રસાસ્વાદને પલકોમાં વધાવતો. પ્રકૃતિનું આયોજન કેવું અનોખું,"દીપ" "રોશની"નું જલતું આયખું.

થીજેલાં શબ્દો


થીજેલાં શબ્દો - ચિરાગ પટેલ જાન્યુઆરી 13, 2014 બે હોઠો વચ્ચે નીકળેલાં શબ્દો થીજે,બે પત્તાં ઠન્ડીમાં મુશ્કેટાટ વળગે;સોનેરી સ્વપ્નમાં હીમપ્રપાત ઉમટે,હૈયાં સન્કોરતી લાગણી પ્રસરવા મથે! પ્રેમનું પહેલું કિરણ આગમન કરે,શબ્દો સાથે બે હૈયાં ધીરે પીગળે;સ્વપ્ન સૃષ્ટિમાં નવું આકાશ ઉઘડે,થીજેલા ઝાકળ બુન્દે લાગણી સળવળે! પ્રેમની પરી મન-સરોવરે ડૂબકી મારે,સ્વપ્નનું આકાશ મીઠાં શબ્દો વરસાવે;પત્તાં સન્ગ નવી કળી…

ત્યાગની મૂરત


ત્યાગની મૂરત - ચિરાગ પટેલ જાન્યુઆરી 07, 2014 'મા'!ખોળે ખુન્દવા મોકલ્યો મને,યુગ-પ્રસિદ્ધિ હર-સિદ્ધિ પામવા.ચાહ હતી મારી તને છતાંય… માતા!તારા અન્શથી બન્યું વટવૃક્ષ,રહે છેટે ભલે દેતું છાંયો ચોફેર.ચાહ હતી મારી તને છતાંય… ભગીની!એકસાથે ઉછર્યાં ભવાટવિમાં,રેશમી તાંતણે વસતું બન્ધન.ચાહ હતી મારી તને છતાંય… સખી!એકમેવમાં ભળેલાં બે જાણ,જગસાક્ષીએ દીધાં અતૂટ કોલ.ચાહ હતી મારી તને છતાંય… પ્રિયા!પીગળેલાં તનના સાક્ષી…

રોશનીના પગલે


રોશનીના પગલે - ચિરાગ પટેલ ડીસેમ્બર 31, 2013 રોશનીના પગલે-પગલેઉડતી રજ પ્રેમની રોશનીના કિરણે -કિરણેઉઘડે વિશ્વ પ્રેમનું રોશનીના શબ્દે-શબ્દેનીતરે હૈયું પ્રેમથી રોશનીના અન્ગે-અન્ગેલગની દીપ પ્રેમની રોશનીના રોમે-રોમેનાચતો કલશોર પ્રેમનો રોશનીના ટેરવે-ટેરવેટપકે હુંફ પ્રેમની રોશનીના અણુ-અણુમાંભભૂકે હુતાશન પ્રેમનો "દીપ"ના અસ્તિત્વમાંછલકે માત્ર પ્રેમ રોશનીનો