મંગલાચરણ


મંગલાચરણ – ચિરાગ પટેલ 8696 જ્યેષ્ઠ કૃષ્ણ દશમી may 16 2020

મંગલાચરણ શુભારંભ પ્રવાસ વણથંભ્યો
પ્રવેશ પરિવેશ નવા, નવા શોણલાં આભે
મલકતું જીવન ખીલ્યું પ્રભાત નવું જગાવી
બાળ નિર્દોષ પુષ્પસમું ખિલખિલાટ હસ્યું
થોડાં ડગમગ્યાં થોડાં ઊડ્યાં આકાશે
એકમેવના સાથમાં પાઠ અનેરાં ભણ્યાં
પ્રેમ પાંગરતો રહેતો નિતનવા રૂપ ઓઢી
લાગણીના સ્વરૂપો વિખેરાતાં અનેક રંગે
ત્રણેય હૈયે જાગ્યો પ્રેમ, પાંગર્યું ફૂલ પ્યારું
નવાં પગરણ માંડી આવે ‘મા’ રૂમઝૂમતી
જીવન ચીંધે પરાક્રમના આવહન ઉઠે
પ્રેમની ઢાલ સજાવી પડકાર સર્વે ઝીલ્યાં
પ્રારબ્ધ-પુરુષાર્થનાં સર્વે યુદ્ધ ચાલતાં
પળના તરંગો નવા આયામ વહેવડાવે
“દીપ” રોશની અંતરનો પમરાટ ફેલાવે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s