સ્વપ્ન – ચિરાગ પટેલ જાન્યુઆરી ૩૦, ૨૦૧૬
નમણી સવારનું નાનેરું સપનું…
આમ તેમ અથડાતાં વિચારોના ઘોડાં;
વિસામો પામે તારા શ્વાસના સરનામે.
ઝરમર વરસે મનરથો તારી આંખોમાં,
એ રથોને જોતરું મારા ઘોડાં.
થઈને સવાર આપણે ઉડી જઈએ;
દૂર-સુદૂર અપરિચિત ભોમકામાં.
હૂંફના તાપે જ્યાં વિશ્વાસના વન;
પ્રેમનાં ફૂલ ખીલે અઢળક ત્યાં.
બાંધીએ લાગણીની નાની ઝૂંપડી;
રચીએ આપણું સોણલું વિશ્વ.
“મા” કૃપાની સરિતા વહેતી;
ભીંજવતી આપણાં સાયુજ્યને.
“રોશની” મારી, જગાડતી ના;
સ્વપ્ન મારું સાચવજે હમ્મેશ