આગમન – ચિરાગ પટેલ એપ્રિલ 11, 2016
અલ્લડ બુંદો હવા પર અસવાર બની
ઉંચી નીચી ડગર પર ખેલતાં હોય
લાલ પીળાં સફેદ ઝૂમતાં ફૂલો સસ્મિત
ઝીલે પોતાની કુમાશમાં ભેળવી
ફોરમનો વંટોળ ઉઠે લાંબી હારમાળા રચી
ટહેલતાં પહોંચી તું અચાનક
‘ને મચે ભાગદોડ ઉપવનમાં
હૈયાની પ્રેમ લહેરખી વીંટળાઈ
હુંફ આપે પ્રકૃતિનાં અંશોને
ફરી ખીલી ઉઠે ફોરમનો પમરાટ
આગમન તારું મારા જીવનમાં આમ
“રોશની” પ્રેમનો પ્રજ્વલિત “દીપ” હમ્મેશ