સાક્ષી પ્રેમ


સાક્ષી પ્રેમ – ચિરાગ પટેલ ઓક્ટોબર 30, 2015

પુલકિત જાસૂદ કળી શરમાવે;
એવા પુષ્ટ હોઠ મધુપ્યાલી ઝરે.

નીલગિરીના થડ સમ ડોક ધ્રૂજે;
આવેશની ગર્તામાં વેણુનાદ ગૂંજે.

ઉન્નત સૂર્યમુખીને તરંગ સહેલાવે;
પ્રેમરજ વિખેરતાં સ્તનયુગ્મ ડોલે.

સરિતાના તિક્ષ્ણ વળાંકો સંકડાય;
એવી દેહયષ્ટિ આતુર વમળાય!

ગુંજારવ કરતાં ભ્રમર મંડરાય;
એમ નાભિકમળે શ્વાસ થડકાય!

ક્ષણમાં વિક્ષિપ્ત થતું હૈયું મારું;
તારા રંગે અનંગ સહેલ કરતું!

“રોશની” વહેતી અનંત અવકાશે;
“દીપ” કેન્દ્રવત સાક્ષી બની રક્ષે!

One thought on “સાક્ષી પ્રેમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s