દિલના દ્વારે – ચિરાગ પટેલ ઓગસ્ટ 19, 2015
દિલના દ્વારે ઉભો જો હું,
હળવે ટહુકે આંખ નિતારે તું.
છાનાં ઉચ્છવાસે હૈયું ભરાતું,
આછેરા સ્મિતે આભ છલકાતું.
મીઠી અગને શરીર લહેરાતું,
કામ્ય સુવાસે અન્ગ દાઝતું .
સ્પર્શની કારી ફાવે ના કોઈ,
મિલનના પૂર ઓસરે જોઈ.
આંખોની ક્રીડા અવિરત રચાતી,
પળમાં જાગી પળમાં વિખેરાતી.
પ્રેમ ઉપવનમાં ખેલતાં બેઉ,
મનોતરન્ગો ઠારતાં બેઉ .
“રોશની” સંગ “દીપ” જોઉં,
આશા બીજી હડસેલી દઉં!