આહુતિ – ચિરાગ પટેલ નવેમ્બર 28, 2015
દેવદર્શન પ્રેમદર્શન, અધોદર્શન અતિદર્શન;
દશે દિશાના સઘળાં સુંદર એવાં મનોદર્શન.
જયારે પ્રગટે પરમની પાવક પ્રેમજવાળા,
આહુતિ સ્વની પ્રેમે વધાવે કૃષ્ણ કાળા.
મનોભૂમિ તપોભૂમિ, પાપભૂમી પુણ્યભૂમિ;
સર્વે ગુણોની અધિષ્ઠાત્રી એવી માયા ભૂમિ.
જયારે ફૂટે અંકુર કુણી લાગણીનાં હૈયે,
વ્હાલમ સંવર્ધે ઋજુ પ્રતીતિ દૈવ કાર્યે.
આનંદવર્ષા પ્રેમવર્ષા, શબ્દવર્ષા નિરવવર્ષા;
વિશ્વ સઘળું નર્તન કરી ઉજવે મિલનવર્ષા.
પીગળે સર્વ સંઘર્ષ હુંફની વહે સરવાણી,
એકાકાર શબ્દયજ્ઞ મધ્યે પ્રેમની મધુર વાણી.
“દીપ” જયારે પ્રગટાવે પ્રેમની જ્યોતિ,
“રોશની” ફેલાતી રોમેરોમ પામી આહુતિ.
શબ્દધ્વનિનો સરસ ઉપયોગ મધ્યાનુપ્રાસોમાં થયો છે. વિષયને પણ ન્યાય મળ્યો છે. આંતર પ્રવૃત્તિઓને ચડતા ક્રમે મૂકીને ન્યાય આપવા પ્રયત્ન ધ્યાન ખેંચે છે.
LikeLike