ભારતનુ વૈજ્ઞાનિક પ્રદાન – ચિરાગ પટેલ મે ૧૬, ૨૦૧૫

 • ૭૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં વ્યવસ્થિત આયોજન કરેલાં શહેરો હોવાનું પ્રમાણ લોથલ, ધોળાવીરા, મોહેં-જો-ડેરો વગેરે સ્થળોએ મળે છે. વળી, આ બધાં સ્થળોએથી મધ્ય-પૂર્વ એશિયા સુધી વહાણ દ્વારા વેપાર થતો હોવાના પૂરાવા પણ મળે છે. વહાણવટા સાથે સંકળાયેલા દિશા-શોધન, હવામાનની જાણકારી, સુનિયોજીત વહાણનું બાંધકામ, માલ-સામાનની માપણી અને જાળવણી, વગેરે શસ્ત્રોનો વિકાસ પણ ત્યારે થયેલો હોવો જોઈએ.
 • ૭૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કપાસ અને શેરડીની ખેતી થતી હતી.
 • ૬૫૦૦ વર્ષ પૂર્વે સિંધુ ખીણમાં શહેરો પાસે સુનિયોજીત ગટરવ્યવસ્થા અને મોરી બનાવેલા હતા.
 • ગિરનાર પર્વત પાસે ૫૦૦૦ વર્ષ પહેલાં બનેલા કૃત્રિમ તળાવ અને સિંચાઈના અવશેષ મળ્યા છે.
 • સિંધુ ખીણના પ્રદેશમાં તોલ્લમાપના સાધનો અને સમાન માપણી માટેના સૂચક સાધનો મળી આવ્યાં છે.
 • બાલાકોટ પાસે ૪૫૦૦ વર્ષ પૂર્વેની ચિનાઈ માટીના વાસણો બનાવવાની ભઠ્ઠી મળી આવી છે.
 • કાલીબંગા નજીક ૪૦૦૦ વર્ષ પહેલા બનેલા ચૂલા મળ્યાં છે.
 • સિંધુ ખીણમાં અનેક સ્થળે જમીનના નકશા, આકાશના નકશા, બાંધકામના નકશાનો ઉપયોગ થતો હોવાના પૂરાવા મળ્યાં છે.
 • લોથલ પાસે ૪૫૦૦ વર્ષ પૂરાણુ હાથ વડે ઠેલવાનું માટીથી બનેલું ગાડાનું રમકડું મળ્યું છે.
 • હડપ્પા નજીક ૪૫૦૦ વર્ષ જૂનું ખેતીકામમાં વપરાતું હળ મળ્યું છે, જે પશુઓ વડે ખેંચવામાં આવતું હોય એવું છે.
 • હડપ્પાથી ૪૩૦૦ વર્ષ જૂની તાંબાની તલવાર મળી આવી છે.
 • ગંગા-યમુના પ્રદેશમાંથી પણ ૪૦૦૦ વર્ષ જૂની કાંસા અને તાંબાની તલવારો મળી આવી છે.
 • આશરે ૬૦૦૦ વર્ષ પહેલાના રૂગ્વેદમા (૧.૩૩.૮) મનુષ્યો પૃથ્વીના પરિઘની સપાટી પર રહેતા હોવાનુ જણાવાયુ છે. અર્થાત, પૃથ્વી ગોળ છે એવુ જ્ઞાન વેદકાળના ૠષિને હતુ.
 • ૩૫૦૦ વર્ષ પૂર્વેના છેલ્લા વેદ યજુર્વેદસંહિતામાં ૧ની પાછળ ૧૨ શૂન્ય હોય એટલી મોટી સંખ્યાનો ઉલ્લેખ છે.
 • ૩૦૦૦ વર્ષ પહેલા ૦ થી ૯ સુધીના આંકડાઓ દર્શાવવાની પધ્ધતિ અસ્તિત્વમા હતી.
 • ૩૨૦૦ વર્ષ પૂર્વે લખાયેલા વેદાંગ જ્યોતિષમાં ધાર્મિક કે સામાજિક દિવસોની ગણતરી, ખગોળીય ગણતરીઓ, પંચાંગ વગેરેની વિસ્તૃત સમજૂતી છે. વેદાંગ જ્યોતિષમાં ઋતુઓ, યુગ, ચન્દ્રમાસ, સૂર્યમાસ વગેરે ગણતરીની સમજૂતિ પણ છે. ૨૭ નક્ષત્ર, ગ્રહણ, સાત ગ્રહ, ૧૨ રાશિની જાણકારી એ વખતે હતી.
 • ઇ.સ.પૂર્વે ૯મી સદીમાં થઈ ગયેલા બૌધાયને પરોક્ષપણે પાયથાગોરસનો પ્રમેય સુલ્બસુત્રમાં સમજાવ્યો હતો.
 • બૌધાયને ચોરસના ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળને દોરવાની પદ્ધતિ શોધી હતી.
 • બૌધાયને વર્ગમૂળ ૨ નો જવાબ પાંચ દશાંશ સ્થળ સુધી મળે એ પરોક્ષપણે સમજાવ્યું હતું.
 • ઇ.સ.પૂર્વે ૪થી સદીમાં થયેલા કાત્યાયન પાણિનીના વ્યાકરણ પર ભાષ્ય લખવા માટે જાણીતા છે. તેમણે યજ્ઞની વેદીના ભૌમિતિક આકારો દોરવાની સમજૂતિ પણ આપી હતી.
 • મોટે ભાગે ઈસ્વીસન પૂર્વે લાખાયેલા સૂર્ય સિદ્ધાન્ત મુજબ પોતાની ધારણાત્મિકા શક્તિને કારણે પૃથ્વી અવકાશમા સ્થિત છે.
 • ૬ઠ્ઠી સદીમા થઈ ગયેલા વરાહમિહિર જણાવે છે કે, જેમ અગ્નિની જ્વાળા ઉપર તરફ જાય છે, તેમ ઉપર તરફ ફેકવામા આવેલો કોઈ પણ પદાર્થ પૃથ્વી પર નીચે આવે છે.
 • આર્યભટ્ટ ૧૧મી સદીમા જણાવે છે કે, જ્યારે ચન્દ્રનો પડછાયો સૂર્યને ઢાકી દે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે, અને જ્યારે પૃથ્વી ચન્દ્રને ઢાકી દે છે ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s