સાન્નિધ્ય
મંદિરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી એ મૂર્તિ બ્રહ્મને વધુ એકત્રિત કરી વહેવડાવે છે. આવા કેન્દ્રિત બ્રહ્મનો ઉપયોગ કરી પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. નીચે બતાવેલા એક સરળ પ્રયોગથી આપણે એ ક્ષમતામાં અનેકગણો વધારો કરી શકીએ છીએ.
શક્ય હોય તો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ-પગ-મોઢું ધોઈ માથાની ઉપર મધ્ય ભાગમાં જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓ (તર્જની, મધ્યમા, અનામિકા) ભીની કરી સ્પર્શ કરો. આવું શક્ય ના બને તો, મૂર્તિના દર્શન કરતાં પહેલાં એ ત્રણ આંગળીઓ ભીની કરી આંખો અને માથાના મધ્ય ભાગમાં સ્પર્શ કરો.
મંદિરમાં દર્શન કરવા જાઓ તો અચૂકપણે ફૂલ કે ફૂલોનો હાર કે ફળ લઈને જાઓ અને મૂર્તિને અર્પણ કરો.
જ્યારે આરતી થતી હોય અને ઘંટ વાગતાં હોય ત્યારે મૂર્તિ પ્રત્યે વધુ એકાગ્ર થાઓ.
પૂજા / આરતી પૂરી થાય એટલે પાંચ મિનિટ મૂર્તિની સામે બેસી પૂરેપૂરા સમર્પિત અને એકાગ્ર થાઓ.
Vicinity
When murti is consecrated in mandir, it concentrates all pervading brahman and radiates. Majority of us cannot feel this at all. If you follow simple process shown below, you shall grow your experience and will benefit and get upliftment in spiritual path.
Before entering mandir, wash feet, hands and face if possible. Wet first three fingers (tarjani, madhyamaa, anaamikaa) of right hand and touch over head in middle. If you cannot wash feet, hands and face, at the least, wet first three fingers of right hand and touch both eyes and middle portion of the head before seeing murti.
Offer flower or flower garland or fruit to murti.
Pay special attention when aarati is being performed with bells ringing.
Sit near murti after puja/aarati and pay utmost attention and devotion for at least five minutes.