શ્યામલ રાત


શ્યામલ રાત – ચિરાગ પટેલ ડીસેમ્બર 08, 2014

ઘેરવાળા ઘાઘરામાં જડેલી ઝરી ખરે,
શ્યામલ રાતે આભલે જડેલાં તારા ખરે,
હૈયાની મૃદુ ભૂમિ પર પ્રેમના સળ ઉઠે!

નાકની વાળીમાં પરોવાયેલું મોતી દડે,
પૂરી ચાન્દનીમાં ગુલાબી ઠન્ડી ઉઘડે,
મન સરોવરે વ્હાલી યાદોની કાંકરી ડૂબે!

રાતી ઓઢણીમાં રેશમી વાળ ફરફરે,
ઘનઘોર અડાબીડમાં હવા ધીરે હરેફરે,
અન્ગોમાં સ્પર્શની હેલી હળવે ફફડે!

ગોરી પાનીની ઠેસે મીઠાં ઝાન્ઝર રણકે,
ઉષાના આગમને કુકડા ઉતાવળે ગહેકે,
સમયની અટારીએ પ્રેમનાં અધૂરાં ફૂલ હસે!

“રોશની”ની ઝલક માટે “દીપ” વલખાં મારે,
અલપઝલપ અમી છાંટણે સન્તૃપ્તી મ્હોરે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s