ક્યાં શોધું? – ચિરાગ પટેલ ઓગસ્ટ 29, 2014

આથમતી એકલી સાન્જને પૂછું,
ક્યા શોધું મારા ચાન્દને?

હરખાતાં ફૂલો વચ્ચે,
હળવે સરકતી હવાની
સમેટાતી લહેરખીમાં?

શીતળ ચાન્દનીથી ન્હાતા
સરોવરમાં, ઉઠતી તરન્ગોના
અધુરા સન્ગીતમાં?

લીલીછમ ખીલતી ધરતીને,
આશ્લેષમાં લેતાં સૂરજથી
વરાળ થતી ઝાકળ બુન્દોમાં?

કરડાકી દાખવતાં વાદળોની
વરસતી ધારાઓમાં
ચમકીને વિખેરાતી વીજળીમાં?

મેઘધનુશી વસ્ત્રો ઓઢેલાં
આકાશમાં, હિલ્લોળતા
રસ્તો ભૂલેલાં પક્ષીઓમાં?

ઘેઘુર વડલાની બાજુઓ પર,
હસતાં-રમતાં-આરામ કરતાં
ખોવાઈ જતાં, યૌવનની યાદોમાં?

ના, આતમના અન્ધકારને
એક જ ક્ષણનો આધાર આપી;
સમેટી લેતી “રોશની”માં ભાળું!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s