તૃષા તૃષ્ણા – ચિરાગ પટેલ જુલાઈ 29, 2014
એક ઝલકે તારા પુષ્ટ યુગ્મો,
ઝન્ખના જગવે અધૂરા યુગો.
ક્ષણ- ક્ષણાર્ધમાં વિખેરતી યાદ,
જન્માન્તરની ઝાંખી દેતી સાદ.
પ્રેમકહાની ઉગી આતમ ખોજે,
સમય સન્દુકે શોધી ફરી આજે.
બે જ્યોત બનવા મથે એક,
શરીર આવરણ ઉઘડે છેક.
ભૂલ્યાં મૂળ ધ્યેય અને રાહ,
ફરી શોધીએ, ચાલ, સન્ગે ચાહ.
બન્ધન છે અનેક ભલે અનોખા,
આતમ દ્વારે ટકોરા અહાલેકના.
“દીપ” “રોશની” ધખાવે ધૂણી,
દોડી આવશે પ્રભુ આરત સુણી.