શિવાલય – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 27, 2014 મહાશિવરાત્રી
પુરુષ હું અને પ્રકૃતિ તું,
શિવ હું અને શક્તિ તું,
બેઉને અદમ્ય ઝન્ખના
જાગે અદ્વૈતની!
ફેલાતાં સમયનાં અફાટ
સમુદ્રે અણુ-અણુ બની.
વિખેરાતાં વિશ્વની અસીમ
ચાદરે તરન્ગીત થઇ.
નર્તન પ્રગટે એકાકારના
નાદનું સ્વયમ્ભુ.
ગભરાટ મચે અનેકના
અસ્તિત્વમાં મૃત્યુની બીકે.
પુરુષ કોણ અને પ્રકૃતિ કોણ
શિવ કોણ અને શક્તિ કોણ
“દીપ” અને “રોશની” મળે
ત્યાં માત્ર પ્રેમ સત્ય!