શું બનું?


શું બનું? – ચિરાગ પટેલ ઓક્ટોબર 17, 2013

ચાન્દ …
હું તારી ચાન્દની નહિ બનું .
પળ -પળ તને ઓગાળતો વિરહ એવો,
હું નહિ સહુ!

વર્ષા …
હું તને સન્ઘરતો મેઘ નહિ બનું.
ટીપે-ટીપે તારો અનરાધાર વિરહ એવો,
હું નહિ સહુ!

નદી …
હું તારો સાથી કિનારો નહિ બનું .
બુન્દ-બુન્દ તારાથી તરછોડે વિરહ એવો,
હું નહિ સહુ!

ધરતી …
હું તારો પ્રેમી સુરજ નહિ બનું .
કિરણે-કિરણે તને દઝાડે પ્રેમ એવો,
હું નહિ સહુ!

દિલ …
હું તારો ધબકાર બનું.
ધડકને-ધડકને તને પોકારે પ્રેમ એવો,
હું હમ્મેશ વધાવું!

જાન …
હું તારો શ્વાસ બનું .
પલ-પલ તારી સન્ગ જીવતો પ્રેમ એવો,
હું હમ્મેશ વધાવું!

“રોશની” …
હું તારો “દીપ” બનું .
અજવાળે-અજવાળે અન્ધેરા ઉલેચતો પ્રેમ એવો,
“મા” હમ્મેશ વધાવે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s