સ્વરા – ચિરાગ પટેલ ઓક્ટોબર 08, 2013
સ્વરા,
અમારા આન્ગણની ગુલાબ ક્યારી!
અમારા હૈયે સદા ખેલતી ઢીન્ગલી!
અમારા પ્રેમનો પમરાટ વરસાવતી વેલી!
તારા ખીલખીલાટ હાસ્યમાં “મા”ના અણસાર
તારી મસ્તીખોર અદાઓમાં “કનૈયા”ની ઝાંખી
તારા નિર્દોષ તોફાનોમાં “રામ”ના દુલાર
તારા નિર્ભેળ પ્રેમમાં પરમાત્માના આશિષ
તને આવકારી ઉછેરવાનું અમારું સદભાગ્ય
તને લાલન-પાલન કરવામાં અમારી પૂજા
તને સક્ષમ કરવામાં અમારું જીવન સાર્થક્ય
સ્વરા,
અમારી લાડલી,
અમ સહુના આશિર્વાદ તને!