રંગ વિખેરાયા – ચિરાગ પટેલ ઓક્ટોબર ૨૧, ૨૦૧૧
પ્રેયસી, જાનુ…
વસંતમાં ઘોળ્યાં તે રંગ.
કોયલ ટહુકારો એટલે જ કરે છે.
ફૂલોને રંગ્યા તે ચોક્કસ.
સુગંધી એટલે જ એમાંથી નીકળે છે.
મેઘધનુષને સજાવ્યું રંગોથી તે.
આકાશ એટલે જ મદમાતુ લાગે છે.
લીલી ધરતી, ભૂરું આકાશ,
સોનેરી સૂરજ, સફેદ વાદળો,
ઘેરું જળ નર્મદાનું,
રંગોથી ભરપુર ફૂલવાડી,
કેસરી ધજા દૂર ફરકતી,
કાળી કોયલ ક્યાંક ટહુકતી,
રક્ત રંગે ભીંજાયેલો હું.
સઘળાં તારા રંગના ખેલ.