દ્વૈત-અદ્વૈત – ચિરાગ પટેલ સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૧

તું અને હું, હું અને તું …
સૂરજના કિરણો ગાળી ચાંદની ઉડાડતો ચંદ્રમા,
પ્રેમભીના સંદેશાથી પાગલ થતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
મનસરોવરમાં લાગણીના મોતિ ચણતો રાજહંસ,
પ્રેમભર્યા આલિંગને ડૂબકી મારતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
ઊંચા ગગનમાં ઉડી નીચે નીરખતો ગરુડરાજ,
પ્રેમમીઠા આવકારે પોરો ખાતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
લીલાછમ ઘાસમાં ઝાકળબુંદ પરોવતો ઋતુરાજ,
પ્રેમઘેલા વચને મૂર્તરૂપ થતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
પૂનમની અજવાળી રાતને શણગારતો તારલો,
પ્રેમસૂરા આંગણામાં રાસ રમતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
ગુફાના ગૂઢ અંધકારને હડસેલતો દીવડો,
પ્રેમનીતર્યા સૂરે તન થીરકાવતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
‘મા’ની પ્રેમભક્તિથી છલકાતો કાચો ઘડો,
પ્રેમજ્ઞાને જીવન ધન્ય કરતો અહર્નિશ.

તું અને હું, હું અને તું …
ના, તું અને તું જ, તું એ જ હું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s