અલંકાર – ચિરાગ પટેલ ઓક્ટોબર ૦૫, ૨૦૧૦

ચંદન ભરી તલાવડીમાં ખીલ્યું એક કમળ;
રક્તરંજિત દૂધના કુંડમાં ઉગ્યું પારિજાત.

સોનાની ખાણમાં રેલાતો દુધલ ચાંદલો;
રૂપાના પહાડે આથમતો રેશમી સૂરજ.

અગ્નિજ્વાળાઓમાં ઉઠતી શુભ્ર જ્યોતિ;
કૈલાસની ટોચે સ્નાન કરતુ કાચું પ્રભાત.

કેસરની ક્યારી વચ્ચે ઝૂલતો બટમોગરો;
હંસલા ટોળેવળી ખેલતા કરેણ કલગી.

ઉષાકિરણો સંગે રણઝણતાં વર્ષાબુન્દો;
સફેદ વાદળોમાંથી ડોકિયા કરતું મધ્યાહ્ન.

કુમકુમવર્ણા પગલાંની ભાત પલકોમાં;
ઘૂઘવતા સાગર મધ્યે ટાપુ અક્ષોમાં.

પરવાળાને વીંટી ગુલાબ પંખુડીઓ હોઠે;
મોતીની સેર ગોઠવી દંતાવલી મુખ ગુહ્યે.

હિમાચ્છાદિત પહાડે પ્રકાશતો ભાલપ્રદેશ;
રેશમની જાજમ બિછાવેલી કેશકુંજગલી.

તાજાં માખણના પીંડ મૃદુ સ્તન મંડળો;
બે ટેકરીઓ વચ્ચે દોડતી ખીણ કમર.

મધુવનમાં ગુંજારવ કરતો ભ્રમર નાભી;
બીડેલા આમ્ર પત્રો હળવે ખોલતી યોનિ.

રસભરી શેલડીમાં ઉગતા કેળ સાથળ;
હાથીના ગંડ સ્થળ જમાવે ગોળ નિતંબ.

બધા આવરણ મઢ્યો અનૂપમ દેહમણી;
રેતના ઢગલા વચ્ચે પ્રકાશે આતમ અભ્ર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s