શણગાર – ચિરાગ પટેલ ઑગસ્ટ 06, 2010

(છન્દ: વસંતતિલકા, ગાગા લગા લલલ ગાલ લગાલ ગાગા, અક્ષરમેળ)

શબ્દો વછોડું ઉદગાર રહે અધૂરા,
લાવણ્ય એવું શણગાર તદ્રૂપ ભાસે.

જાસૂદ રક્તિમ લજાતું રસાળ ઓષ્ઠે,
ભીનો મદાન્ધ તલ કામણ રાગ છેડે.

આંખો જડી પલક છીપ થઈ સમાતી,
હૈયે સમન્દર ઉછ્રુંખલ પાન પાતી.

આ રેશમી કલરવે ઉડતાં કલાપ,
વેણી સજી મખમલી લટકા અમાપ.

ભર્યા પયોધર કરે રસદાન સંગે,
વાસ્યા કમાડ ઉઘડે રમતાં કુચાગ્રે.

તીખા વળાંક સમ કેડ કમાન તાણી,
આખેટતી મનુજ અંગ અભાન નાભિ.

વાણી વિલાસ તરસી કવિતા જગાડે,
કલ્લોલતી ઝરણ શોર સમી વધાવે.

કાળોતરો વિરહ થાય હવે પરોણો,
લૈ ઘેન જાગરણ પોંખતુ પારિજાતે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s