વ્હૉટ્સ યોર રાશિ? – ચિરાગ પટેલ


વ્હૉટ્સ યોર રાશિ? – ચિરાગ પટેલ મે ૨૯, ૨૦૧૦

આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ રહ્યો છું એ વાચી ત્યારે પહેલવહેલો આ પ્રશ્ન જ મારા મનમાં ઉઠ્યો હતો.

ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃથ્વીના સંદર્ભે ચંદ્રની ગતિ આકાશમાં કયા નક્ષત્રમાં થાય છે તેના પર આધારિત હોય છે. જ્યારે પાશ્ચાત્ય જ્યોતિષમાં સૂર્યનું સ્થાન જે તે નક્ષત્રમાં હોય તે પ્રમાણે રાશિ નક્કી કરવામાં આવે છે. વળી, ભારતીય જ્યોતિષ આપણી સૂર્યમાળાની બહારની આકાશગંગા અને તારાઓના સંદર્ભે નક્ષત્રોનાં સમયગાળાને નક્કી કરે છે. જ્યારે પાશ્ચાત્ય જ્યોતિષ માત્ર સૂર્યમાળાનાં ગ્રહોના સંદર્ભમાં નક્ષત્રોના સમયગાળાને નક્કી કરે છે. આ કારણને લઈને પાશ્ચાત્ય જ્યોતિષમાં દરેક રાશિનું નક્ષત્ર દરવર્ષે એક સરખા સમયે અને એક સરખા દિવસો માટે હોય છે, જ્યારે ભારતીય જ્યોતિષ પ્રમાણેની રાશિનું નક્ષત્ર દરે વર્ષે જુદા સમયે હોઈ શકે છે અને દરેક રાશિનો સમયગાળો પણ જુદો-જુદો હોય છે. બન્ને પધ્ધતિમાં લગભગ 24 ડીગ્રી જેટલો સ્થાનફેર છે.

આ બધી ગણતરી પાશ્ચાત્ય વિશ્વમાં સહુપ્રથમ ટોલેમી નામના ગ્રીક પણ ઈજીપ્તના રહેવાસી એવા ખગોળવિદે આપી હતી. ભારતીય જ્યોતિષનું મૂળ ભારતના બીજા ઇતિહાસની જેમ વિવાદાસ્પદ છે. આધુનિક ગણતરી સહુપ્રથમ વરાહમિહિરે આપી હોવાનું કહેવાય છે. આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ આકાશમાં દેખાતા પદાર્થોના સમુહને નક્ષત્ર તરીકે ગણવામાં આવે છે. હાલના સંશોધન મુજબ કુલ ૮૮ નક્ષત્રો છે. સંપૂર્ણ યાદી: http://en.wikipedia.org/wiki/List_of_constellations. હવે ચંદ્રનું અવકાશમાં સ્થાન પૃથ્વીના સ્થાન પર અને પૃથ્વીનું સ્થાન સૂર્યના સ્થાન પર આધારિત હોવાથી, બંને પ્રકારના જ્યોતિષમાં સૂર્યની અવકાશમાં ગતિને આધાર લઈને ગણતરી કરવામાં આવે છે. સૂર્ય સમગ્ર વર્ષ દરમ્યાન જે-જે નક્ષત્ર પરથી પસાર થાય છે એ નક્ષત્રોને રાશિ ગણવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં ત્યારબાદ આ ગણતરીમાં ચંદ્ર સ્થાન લઇ લે છે અને એ મુજબ બાળકના જન્મની રાશિ નક્કી થાય છે.

આધુનિક ખગોળવિજ્ઞાને સાબિત કર્યું છે કે સૂર્ય હકીકતે ૧૨ નહિ પણ ૧૩ રાશિ પરથી વર્ષ દરમ્યાન પસાર થાય છે. જાણીતી ૧૨ રાશિઓ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન ઉપરાંતની રાશિને ઓફિયુકસ (Ophiuchus) કહે છે. આ રાશિને સર્પેન્ટેરિયસ (Serpentarius) પણ કહે છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્ર જો આ રાશિને અપનાવે તો એનું “સર્પ” રાશિ નામ રાખી શકાય. આમ પણ નેપ્ચ્યુન, યુરેનસ અને પ્લૂટોને અપનાવ્યા છે અને એ પ્રમાણે ફળાદેશ નક્કી કરવામાં આવ્યા છે તો ભવિષ્યમાં સર્પ રાશિ વિષે નવું બધું જાણવા મળે તો નવાઈ ના પામતા. જે લોકો જ્યોતિષ જોયા વગર પગલું પણ નથી ભરતા તેમનું શું થશે? બધી જૂની ગણતરીઓમાં ફેરફાર થશે તો શું જૂની ગણતરી પ્રમાણે કરેલા કાર્યમાં પણ ફેરફાર થશે? (લગ્નમાં ફેરફાર કરવા તો ઘણા લોકો તૈયાર થશે. મારી પત્ની તો હવે સર્પ રાશિની છે, મારો મેળ ના પડ્યો – જેવા બહાના…) આપણે આ બધી ગણતરીઓમાં અટવાવાને બદલે આત્મશ્રધ્ધા સાથે પુરી લગનથી હાથમાં લીધેલું કાર્ય કરીએ એ જરુરી છે. તો જ, ભગવાન પણ આપણી મદદ કરશે, નહીંતર આ બધા ગ્રહોને ભરોસે આપણને છોડી મુકશે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s