સફળ માણસના લક્ષણો – ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮
મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.
૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર – અહી અને હમણા
૬) સ્વનિર્ભર અને સન્નિષ્ઠ સબંધો ધરાવનાર
૭) બીજાની સંમતિ શોધવાથી મુક્ત
૮) સામાજિક જવાબદારીઓ વિષે સભાન
૯) હસમુખું અને આનંદમય વ્યક્તિત્વ
૧૦) વાસ્તવિકતાનો શાંતિથી સ્વીકાર કરનાર
૧૧) બીજાને સમજવાની કુદરતી શક્તિ
૧૨) વ્યર્થ વિખવાદોથી દુર રહેનાર
૧૩) “બીમારી”ની બીમારીથી દુર રહેનાર
૧૪) પરંપરાગત કરતા જુદો માર્ગ લેનાર
૧૫) ઉત્સાહથી ભરપુર
૧૬) સતત કુતુહલવૃત્તિ અને સંશોધનાત્મક વલણ
૧૭) નિષ્ફળતાથી નિર્ભય
૧૮) રક્ષણાત્મક્ વલણથી મુક્ત
૧૯) વાડાબંધીથી મુક્ત
૨૦) ગુણોની અગ્રીમતા વિષે સ્પષ્ટ
૨૧) ધારદાર પ્રમાણિક
૨૨) લાંબા ગાળાના ધ્યેય વિષે સ્પષ્ટ
૨૩) ઈર્ષ્યા મુક્ત
૨૪) જાત માટે પ્રેમ અને આદર