મિલન વિરહ – ચિરાગ પટેલ જાન્યુઆરી 25, 2009

સ્વપ્નનગરીમાં પામ્યાં મિલન અનેક.
મૃગસૃષ્ટીના એકાંતે વાતો વાગોળી અનેક.
અનોખો અવસર આવી મળ્યો.
સાંઈકૃપા વરસે જ્યારે મુશળધાર.
પ્રથમ દ્રષ્ટી.
પ્રથમ સ્પર્શ.
પ્રથમ ઐહિક મિલન.
એક પુરુષ અને એક સ્ત્રી.
ઉમટ્યાં લાગણીનાં ઘોડાપૂર.
સ્થળ-કાળની સમજ વિસરાઈ.
કોઈ અંતરનું ના રહ્યું સ્મરણ.
શબ્દસ્વામીઓને છુટ્યો સાથ શબ્દોનો.
હરાઈ ગઈ વાચા ‘ને હૈયું બન્યું બોલકું.
વાણી ફૂટી ધીમે ધીમે ‘ને પાછી અસંગત.
શબ્દોમાં હૈયાનું અમૃત ઠલવાતું રહ્યું.
રતુમડા-ભૂરા આવરણ હેઠળ યૌવન નિખર્યું ઉત્કટ.
આંખોને સ્પર્શ થયો આંખોનો.
તારામૈત્રક રચાયું શ્યામ કટાક્ષે.
ઓળખાણ થઈ જૂની નવીન.
દ્રષ્ટિ મારી હટે ના.
બસ જોયા કરું તારી આંખોમાં પ્રેમનાં ઉંડાણ.
પ્રેમ અસ્ખલિત વહેતો રહ્યો, ચક્ષુ ઉન્મીલિત.
હું જાણે નિહાળતો ધ્રુવ-તારો ચંદ્રમાને.
ભૂલ્યો વદન, પણ આંખો ચીતરું તાદ્રશ્ય હજીયે.
ચપટી ભરી તેં અચાનક એવી.
રક્તિમ ચિહ્ન હજી છે હાથ પર.
અધરો થયાં અધીરાં ‘ને ભેટી પડ્યાં અનેરા ઉમંગે.
ક્ષણ-ક્ષણમાં અનંતનો પામે સાક્ષાત્કાર.
હથેળીએ અનુભવ્યો રોમાંચ હથેળીનો.
હથેળીએ ઝીલ્યો પ્રેમ વહેતો હથેળીનો.
ઉષ્મા પ્રગટી હથેળીઓ વચ્ચે.
જગવી સ્પન્દ પ્રસ્વેદે પ્રેમ વહેંચાયો અનોખો.
તે લેપન કર્યું પ્રસ્વેદ બુંદોનું હ્રદયે.
મેં અનુભવ્યો રોમાંચ રોમેરોમ.
સરી પડ્યાં શબ્દો બોલકાં ‘ને વાતો થઈ ઘણી.
આંગળીઓ એકમેવમાં ભળતી રહી.
વાતો કરતી પ્રેમની ભાષામાં જાણે.
મેં આપી “હું”ની વ્યાખ્યા સ્વ-હસ્તાક્ષરે.
દબાવ્યો મારો ડાબો હાથ તેં પુરો.
માણું એ સ્પર્શ હજી પણ દબાવી હાથ જાતે.
ચહેરો-કાન-મસ્તક પામે તારો સ્પર્શ જાદુઈ.
સરી જાતાં સઘળાં દુઃખ સ્પર્શે.
“મા”ના દર્શને લાગણી નીખરી ખરી.
ચહેરો તારો થપથપાવ્યો લાગણી ભીનાં હસ્તે.
ગ્રહ્યો તારો ચહેરો મેં એમ હથેળીઓ વચ્ચે.
જાણે કમળપત્રો વચ્ચે ખીલ્યું પોયણું.
લજ્જાની રેખાઓ ઝળકી તારા મુખારવિંદ પર.
ગાઢ આશ્લેષ “મા”ની સાક્ષીએ નીતર્યું.
આલિંગન માણ્યું ઉતાવળે.
કરી થોડી મેં છેડછાડ.
અછડતો સ્પર્શ કર્યો સ્તનપ્રદેશે.
અનુભવ્યો આકાર ઉન્મત્ત એનો.
નાની-શી ટપલી અનુભવી તારા નિતંબે.
માનું શું હું તને મારાથી અલગ?
એક પુરુષનો અહમ જીવંત છલકાતો.
વહી ગઈ ક્ષણો ફરીથી.
ચાખ્યું આમલક ફળ ‘ને જોયું તારી એકલતાનું વિશ્વ.
ફેંક્યો ઠળીયો તેં કરવા અંકુરીત સ્મરણ આ મિલન કેરું.
સૂરજ જાણે સ્તબ્ધ જોતો આપણને એમ.
“ચાહ”નું બહાનું મળ્યું ચાહથી.
પ્રગટ્યું એકાંત એકાએક.
આલિંગન પ્રગાઢ માણ્યું આપણે.
તારો ઉચ્છવાસ ભળ્યો મારા શ્વાસમાં.
તારો શ્વાસ પામ્યો સાથ મારા ઉચ્છવાસે.
તારો શ્વાસ મળી ગયો મારા શ્વાસમાં.
રોમેરોમ પીગળી રહ્યાં થવા એકાકાર.
થંભી ગયો સમય ‘ને થંભી ગયું અધરોનું સ્પન્દન.
તારા ઓષ્ઠો સદભાગી જેથી ગ્રસી મારી ગ્રીવા.
તારા કટીપ્રદેશનો સ્પર્શ લાગે નવનીત સમ.
કેમેય કરીને રોકી મેં જાતને.
અનુભવું ચુંબકીય એવી કમનીય કાયા.
વરસતો પ્રેમ રુંવે રુંવે.
આશ્લેષ ગાઢ ઘૂંટતો રહ્યો.
સમય સાથ છોડી ગયો ‘ને મારા કમભાગી ઓષ્ઠો રુંવે.
અધૂરાં જામ છોડ્યાં.
પીધી અમૃત-સમ “ચાહ” પુરેપુરી.
પડ્યાં વિખૂટા જાણે મળ્યાં જ નો’તા એમ.
પામ્યો જે થોડા સમયમાં એ તો જાણે પ્રભુકૃપા.
પણ, અભિવાદન પ્રભુને કરું છતાંય.
માંગું હું તો સંપૂર્ણ સમર્પિત મિલન જીવનરસ ભરપૂર.
ઓગળી જાઉં તારામાં થઈ એકાકાર.
આપવું જ પડશે પ્રભુએ તુરંત જે.
જે તે આપ્યું ઋણ ચૂકવું કેમ કરીને?
કેવો આ ઋણાનુબંધ ‘ને કેવી આ મૈત્રી?
વીંધી સાત કોઠા પાર પામે આ હ્રદય ખરું.
શું સહન થશે આ વિરહ મિલન પછી?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s