વ્યાસ ઈતીહાસ – ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008
આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાયમાં જણાવ્યાં પ્રમાણે ઓળખીએ.
સૌપ્રથમ પુરાણો પ્રમાણે સમયનાં એકમ સમજીએ.
1 મહાકલ્પ = 309,173,760,000,000 મનુષ્ય વર્ષ = 100 બ્રહ્મા વર્ષ 1 બ્રહ્મા વર્ષ = 360 બ્રહ્મા દીવસ 1 બ્રહ્મા દીવસ = 2 કલ્પ 1 કલ્પ = 4,294,080,000 મનુષ્ય વર્ષ = 14 મંવંતર 1 મંવંતર = 306,720,000 મનુષ્ય વર્ષ = 71 મહાયુગ 1 મહાયુગ = 4,320,000 મનુષ્ય વર્ષ = 4 યુગ (સત, ત્રેતા, દ્વાપર, કલી) 1 કૃતયુગ (સતયુગ) = 1,728,000 મનુષ્ય વર્ષ = 0.4 મહાયુગ 1 ત્રેતાયુગ = 1,296,000 મનુષ્ય વર્ષ = 0.3 મહાયુગ 1 દ્વાપરયુગ = 864,000 મનુષ્ય વર્ષ = 0.2 મહાયુગ 1 કલીયુગ = 432,000 મનુષ્ય વર્ષ = 0.1 મહાયુગ
Solar system orbits around milky way in 230 million years. = 230,000,000. = 1 manvantar
1 kalpa = 4,294,080,000 years
=> 1 kalpa = ~19.75 manvantar
Bigbang 13.77 billion years
=> 3 kalpa
=> 1.5 days of brahmaa
Brahma day = 2 kalpa
Brahma year = 360 Brahma days = 720 kalpa
1 mahakalpa = 100 Brahma years
=> 100 brahma years = 36,000 brahma days
=> 72,000 kalpa
=> End of universe = 300 billion years
Age of earth 4.543 billion years => ~ 1 kalpa
Axis of Earth wobbles and this procession period is 25,771.5 years.
=> 1 mahayuga = 25,771.5
=> 8925 mahayuga = 230,000,000 = 1 manvantar
=> 1 mahayuga = 10,308.6 (0.4) + 7,731.45 (0.3) + 5,154,3 (0.2) + 2,577.15 (0.1)
per this: 2577.15 + 2577.15 = 5154.3 years of kaliyuga (descending and ascending).
Krushna passed away on 3102 BCE Feb 18.
Buddha born 480 BCE/563 BCE and lived for 80 years.
=> Buddha born around the end of descending Kaliyuga (525 BCE) and induced ascending Kaliyuga.
We can thus conclude that this ascending Kaliyuga ends in 2052 CE and ascending Dvaparayuga shall commence. We are 32 years away as of writing in year 2020.
આપણો અત્યારે જે મંવંતર ચાલે છે એને “વૈવસ્વત” નામનો સાતમો મંવંતર કહે છે. આ મંવંતરમાં અત્યારે 28મો મહાયુગ ચાલી રહ્યો છે. આવા 28મા દ્વાપરયુગમાં આપણાં “વેદવ્યાસ” કૃષ્ણ દ્વૈપાયન થઈ ગયાં. દરેક મહાયુગના દ્વાપરયુગમાં જે તે યુગના “વેદવ્યાસ” થાય છે. શ્રીમદ ભગવતી ભાગવત કે દેવીભાગવતમાં જણાવ્યાં મુજબ નીચે મુજબનાં યુગ પ્રમાણે વ્યાસ થયાં.
[દ્વાપરયુગ - વેદ વ્યાસ] 1 - બ્રહ્મા 2 - પ્રજાપતિ 3 - શુક્રાચાર્ય 4 - બૃહસ્પતિ 5 - સૂર્ય 6 - મૃત્યુ 7 - ઇન્દ્ર 8 - વસિષ્ઠ 9 - સારસ્વત 10 - ત્રિધામા 11 - ત્રિવૃષ 12 - ભરદ્વાજ 13 - અંતરિક્ષ 14 - ધર્મ 15 - ત્રય્યારુણિ 16 - ધનંજય 17 - મેધાતિથિ 18 - વ્રતિ 19 - અત્રિ 20 - ગૌતમ 21- ઉત્તમ હર્યાત્મા 22 - વાજશ્રવા વેન 23 - અમુષ્યાયણ સોમ 24 - તૃણબિન્દુ 25 - ભાર્ગવ 26 - શક્તિ 27 - જાતુકર્ણ્ય 28 - કૃષ્ણ દ્વૈપાયન (હાલ) 29 - દ્રોણપુત્ર અશ્વત્થામા (હવે પછી)