કૃષ્ણ અને ઈતીહાસ – ચીરાગ પટેલ Aug 16, 2007

આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 – Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું.

કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંય વીશેષણો આપણે એ વ્યક્તીવીશેષને આપ્યાં છે અને આપતાં રહીશું. એમનાં પર ઘણાં બધાં પ્રખર વ્યક્તીઓએ લખ્યું છે, ગાયું છે, અને એમનાં ઉપદેશોનું પાલન કર્યું છે. ઘણાં લોકોએ એમને સમજ્યા વગર એમની અમુક બાબતોનું ખોટી રીતે અર્થઘટન કરી અમલમાં મુકી છે. ભારતીય-બીન ભારતીય વીદ્વાનોએ ઉત્તમ કક્ષાનું વીવેચન આપ્યું છે. ઘણાં એવાં વીદ્વાનો પણ છે, જેમણે કૃષ્ણની ઐતીહાસીક્તા ચકાસવાનો પણ પ્રયત્ન કર્યો છે. આપણામાંના ઘણાં જાણતાં જ હશે કે પ્રોફેસર રાવ દ્વારકાનાં દરીયામાં કૃષ્ણની સોનાની દ્વારકા શોધવાની કોશીશ કરે છે, અને એમને પુરાતન નગરીનાં અવશેષો પણ હાથ લાગ્યાં છે. જો કે, વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે એ અવશેષો 3000-4000 વર્ષ જુનાં જણાયાં છે. ઘણાં પાશ્ચાત્ય ઈતીહાસવીદો આર્યોનાં ભારતમાં આગમનનો સમય 3500-4000 વર્ષ જણાવે છે. અને આપણે પણ એવું જ ભણીએ કે ભણાવીએ છીએ! તો શું કૃષ્ણ 3000 વર્ષ પહેલાં થઈ ગયાં અને એમનાં પછીના 700 વર્ષમાં જ બુધ્ધનો જન્મ થયો?

અમુક સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ શોધવા જુદાં સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે હું અહીં સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ.

આજથી 200 વર્ષ પહેલાં જ્હોન પ્લેફેર નામના એક ગણીતવીદ થઈ ગયાં. એમણે સાબીત કર્યું છે કે ભારતમાં ખગોળીય ઘટનાઓ નોંધવાની શરુઆત 4300BCE એટલે કે આજથી 6300 વર્ષ પહેલાં થઈ હતી. આપણાં ઘણાં બધાં ગ્રંથોમાં ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ હોય છે. ભલે આપણે આજની જેમ નવ ગ્રહોને જાણતાં નહોતાં, પરંતુ આપણાં ઋષીઓ સુર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શની, ગુરુ, મંગળ, રાહુ, અને કેતુના સચોટ સ્થાનને દર્શાવી શકતાં હતાં. અને એ પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધી! રાહુ અને કેતુ અનુક્રમે ચંદ્રના ભ્રમણકક્ષનાં દક્ષીણ અને ઉત્તર બીંદુઓ છે જે કાલ્પનીક છે. જો આપણે માનીએ કે ખગોળીય શાસ્ત્રનો વીકાશ યુરોપમાં 14મી સદીમાં થયો અને આપણાં જ્યોતીશીઓએ આપણાં પુરાણોમાં ફેરફાર કરીને 14મી સદીથી 4500 વર્ષ જુની ખગોળીય ઘટનાઓ મુકી દીધી, તો શું એ હાસ્યાસ્પદ નથી લાગતું? આજનો કયો જ્યોતીષ ભુતકાળની ખગોળીય ઘટનાનો ચોક્કસ સમય શોધી આપી શકે છે? (અને તે પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધીની ચોકસાઈ સાથે) એટલે માનવું જ રહ્યું કે પ્રાચીન ઋષીઓને ખગોળ, ગણીત અને સમયનું ઉંડું જ્ઞાન હતું.

આજના સમય પરથી ભુતકાળની ચોક્કસ ખગોળીય ઘટનાને શોધવામાં ભૌતીક વીજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોવો જરુરી છે, અને ઘણાં બધાં સમીકરણો ઉકેલવાની જરુર રહે છે.

આપણે સહુ કૃષ્ણનાં મૃત્યુની ઘટના જાણીએ છીએ. એ મુજબ ભાલકા તીર્થ નજીકનાં સ્થળે કૃષ્ણ યાદવાસ્થળી પછીના સમયે ઉંડા મનનમાં બેઠાં હતાં. ત્યારે, એક પારધીએ એમનાં પગની પાનીને હરણ સમજી તીર માર્યું, અને કૃષ્ણે દેહ છોડ્યો. ઘણાં લોકો કળીયુગની શરુઆત આ સમયથી થઈ હોવાનું જણાવે છે. મહાભારત અને ત્યાર પછીનાં ગ્રંથોમાં કૃષ્ણના મૃત્યુસમયની એક ખગોળીય ઘટના નોંધાઈ છે! કૃષ્ણે જ્યારે સાત ગ્રહો (રાહુ અને કેતુ સીવાયનાં) કેતકી નક્ષત્રમાં હતાં ત્યારે દેહત્યાગ કર્યો હતો! કેટલું સચોટ અવલોકન! કેતકી નક્ષત્રને પાશ્ચાત્યવીજ્ઞાનમાં Zeta Piscium કહે છે. હવે જો આજનાં ખગોળીય જ્ઞાન અને ગણીતનો સમંવય કરીને ગણતરી માંડીએ તો તારીખ આવે છે: February 18, 3102BCE. ઠીક આજથી 5109 વર્ષ પહેલાં!!! અને એ જ રીતે એમનો જન્મ 19 કે 21 July 3228BCE થયો હોવો જોઈએ!

રામનો જન્મ કૃષ્ણનાં લગભગ 1000 વર્ષ પહેલાં થયો હતો, એટલે કે 6000 વર્ષ પહેલાં. અને હજુ આગળ વધીએ તો મનુ કે જેમણે પૃથ્વીના ઘણાં જીવોને વીશ્વવ્યાપી પુરમાંથી બચાવ્યાં હતાં એ ક્યારે થયાં હોઈ શકે? છેલ્લો હીમયુગ પુરો થયાં પછી. કારણકે, હીમયુગ પછી વીશ્વવ્યાપી પુરનો ઉલ્લેખ દાખલાંઓ સાથે મળી આવે છે, તેનાં ભૌગોલીક પુરાવાં પણ મળ્યાં છે. આ હીમયુગ આજથી લગભગ 10,000 વર્ષ પહેલાં પુરો થયો હતો! આ જ તર્ક પર આગળ વધીએ તો લાગે છે કે આર્યો ભારતમાં જ વસતાં હતાં. આર્ય-દ્રવીડોની લડાઈ જેવું કાંઇ થયું હોઈ ના શકે, છેવટે 3500 વર્ષ પહેલાં તો નહીં જ. આ બાબતની ચર્ચા ફરી ક્યારેક…

આપણે સહુ જાણીએ છીએ કે વશીષ્ઠ ઋષી અને વીશ્વામીત્ર ઋષી રામનાં ગુરુજનો હતાં. ઋગ્વેદ જે પહેલો વેદ ગણાય છે અને એમાં ઠેર ઠેર વીવીધ ઉત્તર-પશ્ચીમ ભારતીય (પાકીસ્તાની પણ) સ્થળોની ચોકસાઈભરી માહીતી છે, એનાં ઘણાં મંત્રોના આ બે ઋષીજનો દ્રષ્ટા છે. હવે ઋગ્વેદનો સમય નક્કી કરવા માટેના તર્ક જોઈએ.

વીષુવકાળ (Equinox) કે જ્યારે દીવસ અને રાત્રી સરખાં હોય એવો વર્ષનો દીવસ (March 20 and September 22); ચોક્કસ દીવસે નથી હોતો. પૃથ્વી ફરતે જે કાલ્પનીક નક્ષત્ર ગોળો છે એનાં વીષુવવૃત્ત(eclyptic)માં સુર્ય રોજ 1ડીગ્રી જેટલો ખસે છે. (એટલે જ આપણે લીપ યર રાખવાં પડે છે.) આથી સુર્ય પણ વીષુવકાળ દરમીયાન 27 નક્ષત્રોમાં ફરતો રહે છે. પૃથ્વીના વીષુવવૃત્ત અને ઈક્લીપ્ટીકમાં જ્યારે વસંત વીષુવકાળ (March) થાય ત્યારથી આપણે શરુઆત કરીએ, તો ફરી આવો વીષુવકાળ થવા માટે કુલ 25,791 વર્ષ વીતી જાય છે. માણસ અનુભવી શકે તેવું આ મોટામાં મોટું સમયચક્ર છે. એ જ રીતે અયનાંત (solstice)નું પણ ગણી શકાય, કે જ્યારે સહુથી લાંબો દીવસ (June 21) કે લાંબી રાત (December 22) હોય છે. હવે, ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE ગણીતજ્ઞોએ માન્યો છે. એટલે કે, રામ એ કૃષ્ણ કરતાં 1000 વર્ષ પહેલાં થયાં હોવા જોઈએ.

વધુ માહીતી માટે વાંચો: Update on The Aryan Invasion Debate by Koenraad Elst

ૐ તત સત!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s