આંખની બારીએ – ચિરાગ પટેલ ઑગસ્ટ 04, 2017
આંખની બારીઓ બંધ કરું,
‘ને તારી યાદોનો ચક્રવાત
મનના ભોંયરે રમખાણ મચાવે!
ધવલ સમુદ્ર સરીખા દેહના
દ્વીપસમૂહ, જયારે તરવરે,
કાંઠે તરંગોના ગાન ઝીલું!
ગાંડીતૂર રાતના પ્રવાહ
સમેટી, જયારે બારી ઉઘાડું,
કેસરઘોળ્યાં અજવાશો વરસે!
મધુરી પળના રણકારમાં,
મૌન પિલાય ચિત્કારતું ‘ને હું
એક-એક તારલે “રોશની” મઢું!
Advertisements
ચીરાગ, સરસ કાવ્ય છે. એક સુધારો સુચવું : પ્રથમ બે પંક્તીઓનો એક પ્રાસ હોય અને
દરેક ત્રીજી પંક્તીનો છેક સુધી એક પ્રાસ હોય તો કાવ્ય ખુબ જામશે……દરેક
કડીમાં પ્રથમ બે પંક્તીના પ્રાસ અલગ અલગ હોય પણ ત્રીજી પંક્તીનો પ્રાસ સમગ્ર
કાવ્યમાં એક જ હોય.જેમ કે :
આંખની બારીઓ બંધ કરું, (૧)
‘ને તારી યાદોનો ચક્રવાત (૧)
મનના ભોંયરે રમખાણ મચાવે! (ક)
ધવલ સમુદ્ર સરીખા દેહના (૨)
દ્વીપસમૂહ, જયારે તરવરે, (૨)
કાંઠે તરંગોના ગાન ઝીલું! (ક)
ગાંડીતૂર રાતના પ્રવાહ (૩)
સમેટી, જયારે બારી ઉઘાડું, (૩)
કેસરઘોળ્યાં અજવાશો વરસે! (ક)
મધુરી પળના રણકારમાં, (૪)
મૌન પિલાય ચિત્કારતું ‘ને હું (૪)
એક-એક તારલે “રોશની” મઢું! (ક)
*– જુગલકીશોર. *
jjugalkishor@gmail.com
matru-bhasha : http://www.jjugalkishor.in/
–––––––––––––––––––––––
2017-08-05 3:55 GMT+05:30 સ્વરાંજલી :
> Chirag posted: “આંખની બારીએ – ચિરાગ પટેલ ઑગસ્ટ 04, 2017 આંખની બારીઓ બંધ
> કરું, ‘ને તારી યાદોનો ચક્રવાત મનના ભોંયરે રમખાણ મચાવે! ધવલ સમુદ્ર સરીખા
> દેહના દ્વીપસમૂહ, જયારે તરવરે, કાંઠે તરંગોના ગાન ઝીલું! ગાંડીતૂર રાતના
> પ્રવાહ સમેટી, જયારે બારી ઉઘાડું, કેસરઘોળ્ય”
>
chokkas ju.kaka, mathari ne fari mukish