saapex – Chirag Patel


સાપેક્ષ – ચીરાગ પટેલ Jul 19, 2007

આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.

મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.

મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.

તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.

ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.

વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!

————————————————————————–

છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા ‘સ્ત્રગ્ધરા’ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.

કુલ અક્ષરો: 21
યતી: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા

ભુલચુક સુધારશો.

Advertisements

9 Comments

 1. બહુ જ આનંદ થયો. એકદમ નવો વીચાર.
  મારી દ્રષ્ટીએ સ્રગ્ધરા બહુ જ મુશ્કેલ છંદ છે.ખાસ કરીને બીજા ચરણના એક સામટા છ લઘુ અક્ષરોને કારણે.
  આ પ્રયત્ન ચાલુ જ રાખ.
  કદાચ શરુઆતમાં શાર્દુલ વીક્રીડીત વધારે સહેલો પડશે. લગ્નના મંગળાષ્ટકો તે છંદમાં હોય છે.
  આપણા આ અતી સુંદર છંદો બહુ ઝડપથી ભુલાતા જાય છે.

 2. very sincere and commedable effort.Without chhand either Arabic or(GUjarati(sanskrit).What ever we write can not be terermed as poetry.And those who have attainened master craft of chhand they have conributed tothe any Language Literature.
  I am very happy to know that you are coming forward with our traditional Gujarati(Sanskrit chhand),which we have learned at school.
  And your sarth jodni inclination will help you a lot in gauging themeter.
  Thanks.Go ahead
  with regards
  wafa

 3. શ્રી ચીરાગભાઈ,
  તમારી છંદ-ધગશ પ્રથમ જ પ્રયત્નમાં જોવા મળી ગઈ. સાચ્ચે જ તમને અભીનંદન.

  કેટલીક જગ્યાએ છંદના બંધારણની દૃષ્ટીએ ભુલો રહી ગઈ છે. સમય લઈને ઈમેઈલથી જણાવું ?

  આવા અઘરા છંદથી તમે “શરુઆત” કરી એના ધન્યવાદ અલગથી જ આપવા જોઈએ !!

  ખુબ આગળ નીકળો એવી શુભેચ્છાઓ.

 4. આપ સર્વે વડીલોને એક વીનંતી, મને ‘ચીરાગ’ કહેશો. પાછળ ‘ભાઈ’ ના લગાડશો.

  જુ.કાકા, આપ ચોક્કસ મને જણાવો. મને ‘સ્ત્રગ્ધરા’ પ્રચલીત ના લાગ્યો એટલે એમાં આગળ વધવાનું નક્કી કર્યું. એક વાર એમાં હથોટી આવે એટલે બીજો છંદ માટે પ્રયત્ન કરીશ.

 5. ભાઈ ચીરાગ,
  વીજ્ઞાન અને સાહીત્યનો સુભગ સમન્વય..
  કોણે કીધું સોનેરી પાંખ જોઈએ, ઉડવા માટે તો બસ ઈરાદો જોઈએ..!
  રચના ગમી. આગળ વધો, અંતરની શુભેચ્છાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s