જુલાઇ 14, 2007

thayu kudaratane ke – Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:12 પી એમ(pm) by Chirag

થયું કુદરતને કે… – બંસીધર પટેલ

થયું સુરજને કે ઘડી હું આરામ લઉં,
પણ થાશે શું જગતનું વીચારી રહ્યો.

થયું પવનને કે ઘડી લહેર બંધ કરું,
પણ જીવશે કે કોઇ વીચારી રહ્યો.

થયું જળને કે હું ધરાથી વીલાઇ જઉં,
પણ તરસે મરશે જગત વીચારી રહ્યું.

થયું આતમરામને કે ઘડીક બહાર જઉં,
પણ ખોળીયાની કીંમત શું વીચારી રહ્યો.

થયું કુદરતને કે ઘડીક આરામ લઉં,
પણ ક્રમ સૃષ્ટીનો નહી ચાલે વીચારી રહી.

થયું કવીને કે કલમ હેઠી મુકી દઉં,
પણ કવીતા વીના જગત શુન્ય વીચારી રહ્યો.

થયું કોકીલાને કે મીઠો સ્વર બંધ કરું,
પણ ગરીમા કુદરતની કોણ ગાશે વીચારી રહી.

થયું મનુષ્યને કે હું માણસ મટી જાઉં,
પણ જગત થાશે મરુસ્થલ વીચારી રહ્યો.

Advertisements

2 ટિપ્પણીઓ »

 1. થયું મનુષ્યને કે હું માણસ મટી જાઉં,
  પણ જગત થાશે મરુસ્થલ વીચારી રહ્યો.

  અતી સુંદર..

 2. Pinki said,

  khub j saras,
  manushya na jane
  kudarat pase ketlu pamto

  salam kudaratne ane aapne pan……………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: