માર્ચ 25, 2007

safar – Chirag Patel

Posted in કવિતા, ચિરાગ પટેલ at 9:08 પી એમ(pm) by Chirag

સફર – ચિરાગ પટેલ Sep 30, 1998

ચાલ પ્યારી બતાવું તને આ રંગરંગીલી દુનિયા,
જીવ્યાં કરતાં જોયું ભલું, ના જોનારા બધાં દુઃખિયા.

જોને પેલો તાજમહાલ, આરસમાં જાણે પ્રેમની મૂરત,
ઇજિપ્તનાં પિરામીડ અન્દ સ્ફિંક્સ, કેવાં એ ખૂબસૂરત.

આફ્રિકાની ગાઢ વનરાજી પર વિચરતાં આ વનરાજ,
એમેઝોનના જંગલોની આહ્લાદક્તા છે જીવનની હમરાઝ.

યુરોપની ભૂમિની સુંદરતા પર હું જાઉં ઓવારી,
અમેરિકાની છે અજબ એવી, અનોખી ખુમારી.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર છે બેનમૂન એવી જીવસૃષ્ટિ,
અગ્નિએશિયાની અનેરી સુગંધ બતાવે નવી દ્રષ્ટિ.

એ રહી, પેલી ચીનની મહાન દિવાલ તરવરતી,
આજીજી સંભળાતી, એ એંટાર્ટિકા છે કરગરતી.

ધરતી પર જ્યાં સ્વર્ગ ઉતર્યું છે તે આ હિમાલય,
ઘૂઘવતો, અનેરા સાજ સજી, છે એ સાગરનો લય.

દુનિયા આખી બતાવી, પસંદ કર્યું આપણું આ ઘર,
ચાંદનીમાં નહાતું, ધરતીનો છેડો એવું એ ઘર.

—————————————————————-

– સમયની સરવાણી ‘ને ઝાકળની અમૃતવાણી,
જોઉં તને, અનુભવુ તને તો લાગે મને ઉજાણી.

– હોય જો પાંખો મને, તો ઉડીને આવી પહોંચું,
ભલેને હોય દૂર, તો પણ કહું ‘લવ યુ’ સાચેસાચું.

Advertisements

3 ટિપ્પણીઓ »

  1. તમારા બ્લોગની પ્રથમ વિઝિટ, દોસ્ત ! તમારો ઉત્સાહ સારો છે. લગનથી કામ કરશો તો સું દર સર્જન કરી શકશો.

    તમારી પાસે શબ્દો છે, સંવેદના છે; હવે અભિવ્યક્તિને મઠારતા રહો. તમે જ તમારા વિવેચક બનો.

    ગુજરાતી નેટ જગતમાં તમારા જેવા સંવેદનશીલ સર્જકો ઘણું કરી શકે તેમ છે. શુભેચ્છાઓ ! …….. હરીશ દવે અમદાવાદ

  2. સરસ કાવ્ય… તમારા બ્લૉગની મારા શબ્દ-જગતમાંની લિન્ક બદલી નાંખી છે…

  3. UrmiSaagar said,

    duniya ni safar karavani maja aavi… nice!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: