નવેમ્બર 7, 2006

સખી – ચિરાગ પટેલ

Posted in કવિતા, ચિરાગ પટેલ at 9:17 પી એમ(pm) by Chirag

સખી – ચિરાગ પટેલ Nov 07, 2006

જીવનની તડકી-છાંયડી માણી છે એણે ભરપૂર;
ઉર્મિઓને અદીઠ દીશા આપી છે એણે અખૂટ.

ભવાબ્ધિઓની લાગણી સાચવી છે એણે હંમેશ;
સમયને વહાલી ઝંઝાળ આપી છે એણે અહર્નિશ.

માયાનાં હર આવરણ જાળવ્યાં છે એણે નરમીથી;
લડખડાતાં ડગલાંને સંભાળ્યાં છે એણે ગરમીથી.

રંગ ડોલરીયો આછેરો સાચવ્યો છે એણે દિલથી;
વાસંતી આગમનને વધાવ્યું છે એણે સ્મિતથી.

અદ્રશ્ય ઉર્જાને અજાણતાં ઝીલી છે એણે પારખી;
સમાવી અસ્તિત્વમાં વહાલપ છે એણે નિરખી.

નાના-શા જગમાં જાળવી અસ્મિતા છે એણે કળથી;
કેટલી જીંદગાની હલબલાવી દીધી છે એણે બળથી.

રે, સખી! નથી કોઇ ઉત્પાત, છે જે એ ઋણાનુબન્ધ;
ચાલ સાથે મ્હાલીએ મોજથી, નથી કોઇ પ્રેમાનુબન્ધ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: