ઓગસ્ટ 26, 2006

રંગ – ચિરાગ પટેલ

Posted in કવિતા, ચિરાગ પટેલ at 5:11 પી એમ(pm) by Chirag

રંગ – ચિરાગ પટેલ Sep 19, 1998

દુનિયામાં છે લાખો રંગ, અનોખો છે એક જ રંગ,
પ્રેમતણાં ઝરણાંમાં ઝબકોળતો તે પિયુ સંગ.
          દુનિયામાં છે…
દૂર-સુદૂર સ્વપ્નસૃષ્ટિમાં વિચરણ કરાવતો,
આશાઓના મહાલયોમાં વિહાર કરાવતો.
          દુનિયામાં છે…
પ્રેમીઓના હૈયાને ધબકાવતો એ છે રંગ,
ધીરજની એમના, કસોટી કરતો એ રંગ.
          દુનિયામાં છે…
શૌર્યગાથાઓ ગવડાવતો – રચતો એ રંગ,
રક્તશોણિત નદીઓ વહાવતો અનોખો રંગ.
          દુનિયામાં છે…
નવવધૂના સિંદૂરની સાક્ષી પૂરતો એ રંગ,
નવપલ્લ્વિત કુસુમના ઓષ્ઠનું પરાગ એ રંગ.
          દુનિયામાં છે…
મદમસ્ત યૌવનને છલકાવતો એ રંગ,
દેહની રંગોળીમાં સાથિયો પૂરતો એ રંગ.
          દુનિયામાં છે…
પૃથ્વીનું અમૃત બની અમરત્વ બક્ષતો એ રંગ,
વૈરાગ્યાગ્નિ પ્રગટાવતો પ્રેમનો રાતો એ રંગ.
          દુનિયામાં છે…

Advertisements

1 ટીકા »

  1. piyush said,

    Searched your site through

    http://www.bhomiyo.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: