ઓગસ્ટ 20, 2006

શાયરી – 1 – બંસીભાઇ પટેલ

Posted in બંસીધર પટેલ, શાયરી at 10:13 પી એમ(pm) by Chirag

– કરાવનારા “બંધ” બજારો ભુલી ગયા શું એ વાત?
આમતો તેમના પણ હાથ ક્યાં નથી રંગાયેલા ગરીબોના ખૂનથી.

– આજનો સૂરજ ગઇ કાલથી નથી બદસૂરત પણ,
વખાણે છે વીતેલી કાલને બધા, આજના અનુસંધાનમાં.

– સંદર્ભ સારાનો આપવા નથી અમારી હિંમત રહી,
ખરાબે એવાં કે વિચારવાની આઝાદી નથી રહી.

– ગામડાના અનપઢ મનુષ્યનું સ્મિત,
શહેરના શિક્ષિત મનુષ્યના હાસ્યથી,
કંઇ કેટલાય જોજન દૂર, કુદરતી હતું.

– બનાવટનો સહેરો બાંધી, ચાલ્યા કન્યાને પરણવા,
કે પછી ખેલ કર્યો છે અંધારામાં બાચકા ભરવા થકી.

– સુદૂર અતિતના ખૂણેથી ઉઠેલી એક આહ,
કંઇ કેટલાયના જાન લેશે, કોને શી ખબર છે?

– ગોધૂલીથી પાવન બનેલી ભોમકા,
એ વાતની ખાય છે ચાડી;
સવારના ભુલેલા માનવીને
પાછા વળવા મંઝીલ ભણી,
સમી સાંજની શું ખબર નથી?

– વિશ્વના રહસ્યોને પામવા, વિજ્ઞાન હજી બાળક છે;
ખુલ્લા બ્રહ્માંડમાં ભમવા, હજી પાશેરામાં પૂણી પહેલી છે.

– ફૂલો ઉપર બેઠેલા પતંગિયાં, કરતાં હતાં વાર્તા-ગોષ્ઠી;
હણાઇ ગયા કંઇ, એમ જ પ્રેમ ગીત ગાતાં ગાતાં ધીમેથી.

– વડની વડવાઇઓ જાણે દાઢી અમારા પૂર્વજની,
ધીરજનો અવતાર, શીખશે શું અમારી છાંયથી.

Advertisements

1 ટીકા »

  1. Will you kindly let us know what is the baher,chhand.or wazan of the all posted poetry
    wafa


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: