07.07.08

મા

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 4:09 pm by Chirag

મા – બંસીધર પટેલ

શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

1 Comment »

  1. મા વીશેનું અદભુત દર્શન. મારી ‘સુર્યમુખી’ વાર્તા યાદ આવી ગઈ. મા એટલે સર્જકની સર્જકતા.


Leave a Comment