05.17.08
જાતને ભાળતો
જાતને ભાળતો – ચીરાગ પટેલ May 16, 2008
રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.
સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.
ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.
ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.
અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.
pragnaju said,
May 17, 2008 at 5:02 pm
અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.
સરસ
આપણા આદ્ય કવિની પંક્તિઓ યાદ આવે છે.
ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર,યૌવન માંડે આંખ.
આમ શરીરમાં ઘોડા જેવો થનગનાટ,આધ્યાત્મિક વિકાસ,માનસિક વિકાસ,જીવનમાં કંઈક નક્કર કરવાની ઈચ્છા, ફક્ત ઈચ્છા જ નહીં પણ પરિણામલક્ષી કાર્ય, આ બધું જો આપણે અનુભવતા હોઈએ તો અણદીઠેલી ભોમ પર કરો પ્રસ્થાન્
સુરેશ જાની said,
May 18, 2008 at 11:46 am
અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.
મને પણ આ પંક્તી બહુ ગમી.
jayeshupadhyaya said,
May 18, 2008 at 12:59 pm
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો
અધ્યાત્મીક ઉંચાઇ આંબતી પંક્તીઓ સરસ