05.17.08

જાતને ભાળતો

Posted in કવિતા, ચિરાગ પટેલ at 12:42 am by Chirag

જાતને ભાળતો – ચીરાગ પટેલ May 16, 2008

રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.

સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.

ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.

ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.

અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.

05.10.08

સપ્તરંગી આશ

Posted in કવિતા, બંસીધર પટેલ, મંથન[ભક્તિરસ] at 8:26 pm by Chirag

સપ્તરંગી આશ – બંસીધર પટેલ Jun 12

મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.

પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.

ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.

નીર્જન, ઉજ્જડ ભાસે સૃષ્ટી, આ પનોતી મન તણી,
ઝાલ્યો છે હાથ કેદારનો, ભાવ જગતના ઓડકાર થકી.

લસરી રહ્યું છે જીવન સારું, દીન, માસ, વરસ ભણી;
આથમતા સુરજને નીરખવા તલસી રહ્યું મન નભ મહીં.

ગગને વીચરતા વીહગને મળવા આતુર અંતર અહીં;
ધવલ, મૃદુ બરફના પહાડ શું- શાતા અમી તણી ભરી તહીં.

ભેંટવા, ભાગ્યની દેવીને, ઉચાટ ઘણેરો અંતર મહીં;
તનમન બની એકાકાર, અરૂપ, અશ્વ ઈન્દ્રીયનાં ઠરીઠામ મહીં.

હું તું, તું હું, અમે તમે – ના ઝુઝવા રૂપ પ્રતીબીમ્બ થકી;
બન્યું છે આજ સૃષ્ટીના સથવારે, મન મયુર અરંગ મહીં.

અલૌકીક

Posted in કવિતા, ચિરાગ પટેલ at 8:25 pm by Chirag

અલૌકીક – ચીરાગ પટેલ Jul 21, 1998

અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;
વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે.

અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;
‘ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની.

દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;
‘ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને.

પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે રહેલી આ દીલમાં;
ઋણી બન્યો તારા આ પ્રેમે, જગ્યા બનાવી દીલમાં.

વસવસો રહી ગયો એક જ, કેવી હતી પ્રથમ પ્રીત;
કેમ પ્રભુએ ના બનાવી, આપણી આ પ્રીત પ્રથમ.

જેને પામવા મથતો હતો, હતી એ તો છેક જ લૌકીક;
જેને પામ્યો છું, જેની પ્રીત મળી, એ તો છે અલૌકીક.

પ્રભુને એક જ અભ્યર્થના, ચાહ મારી છે નીરંતર;
વધારજે એને અંત સુધી, તરસે છે એને મારું અંતર.

છે એક અભીલાષા મારા દીલમાં, આપજે મને;
જે ચાહ મને પ્રભુ આપે, માંગું છું તારી પાસે. આપીશને?

LOVE DOLLY

Posted in Poems, ચિરાગ પટેલ at 8:24 pm by Chirag

LOVE DOLLY – Chirag Patel Jul 21, 1998

Life, really, encircling and enchanting;
Other than God, merely disarming.
Vigour and joy – all grabbed back;
Eternal feeling of lust and passion.

Doing all that are unwanted;
Ostentatious looking I am, but
Long lasting desire that makes us
Love each other. Really, wanting
You and your love honey. Here I am! In Heart!
—————
Dedicated to my lovely wife