04.17.08

પલક

Posted in કવિતા, ચિરાગ પટેલ at 1:22 am by Chirag

પલક – ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, ‘ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, ‘ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, ‘ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, ‘ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, ‘ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, ‘ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, ‘ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, ‘ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, ‘ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, ‘ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

2 Comments »

  1. સુરેશ જાની said,

    વાહ , આ તો નવો જ પ્રકાર થયો. રદીફ અને કાફીયાથી અંત નહીં પણ શરુઆત ! આને શું કહેવાય?

    વીશયનો ભાવ પણ સરસ છે.

  2. pragnaju said,

    પલક ઝપકી, ‘ને રસહીન થયો આ સંસાર.
    પલક ઝપકી, ‘ને પ્રભુમીલન થયું જે નથી અસાર.
    વાહ્
    આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
    મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
    ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
    પોપચાં થરથરે ને પલક ઊઘડે.
    છો આજ મન થોડું હળવું થતું,
    આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.


Leave a Comment