03.01.08
લગની
લગની – ચીરાગ પટેલ Feb 14, 2008
વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;
પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં.
પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;
રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં.
પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;
પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો.
સખી, જન્માંતરની લગની લાગી મને તારી;
ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી.
જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;
સહીયર તારો પ્રેમ સજાવે છે, હોંશે હોંશે.
નીતરી જાઉં પુરો તારા આ સૌન્દર્યમાં;
ખીલવી દઉં ગુલાબ અને પારીજાત દરીયામાં.
સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.
સુનીલ શાહ said,
March 2, 2008 at 3:27 am
પ્રેમની સુંદર અભીવ્યક્તી.
સુરેશ said,
March 2, 2008 at 10:28 am
સરસ રચના. રજનીશજી યાદ આવી ગયા.
pragnaju said,
March 2, 2008 at 5:58 pm
સરસ
એજ સત્ય
સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.
Rajendra Trivedi, M.D. said,
March 14, 2008 at 1:04 pm
પ્રેમની સુંદર અભીવ્યક્તી….THAT;S THE TRUTH .
http://www.bpaindia.org
Rajendra